________________
-૧૩ ને ધ્યાન અને જીવન | ને ઘવસ સાથે એના વહાણ ચલાવી આપવા જાય છે ! જે એ ક્ષમાદિ ગુણો ન હોત તો તો એકલા ભાગ્યની હુંફ પર રહી ધવલને ક્ષમા શું કામ દેત ? ધવલે તો મારી નાખવાની પેરવી કરી હતી, તો શ્રીપાળ એનાં વહાણો જ કન્જ કરત ને ? અથવા મોટો માણસ એવું બીજાનું પડાવી લેવાનું ન કરે તો પણ ધવલને ધુત્કારી તો કાઢત. શું કહે નહિ કે “નાલાયક ! કયા મોઢે વહાણ ચલાવી આપવાનું મને કહેવા આવ્યો છે ? ઊઠ ઊઠ હાલતો થા અહીંથી, પણ ના, શ્રીપાળ પાસે ભાગ્યના જોર ઉપર હુંફ નથી, નવપદની શ્રદ્ધા પર હુંફ છે. એથી શ્રદ્ધા-ભક્તિ અને ક્ષમા-ઉદારતાદિ ગુણો એમનામાં એવા છે કે એને એવું કાંઈ કરવા-કહેવાનું મનમાં ય આવતું નથી, તે ધવલને ક્ષમા ય દે છે અને વહાણ ચલાવી આપવા ઉદાર પણ બને છે !
*
*
*
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIII
૨૦. મહાન કેમ થવાય ? મનના રંગ ન ફરે
બીજાની ઉદારતા ક્યારે જશે?? સુતા એ ભાગ્ય પર વિશ્વાસ ને ક્ષમાદિની કિંમત ન કરવા દે?
ક્ષુદ્ર દિલના માણસોને શ્રીપાળની ધવલ પ્રત્યેની ક્ષમા-ઉદારતાની પ્રવૃત્તિ જજે, નહિ. દિલમાં ભારેલા અગ્નિની જેમ તીવ્ર કષાયો પડેલા હોય એને એ ક્યાંથી જચે? એ તો, એમજ કહે “જોયું ફળ ક્ષમાનું ? ધવલથી કેટકેટલી વાર શ્રીપાળને હેરાના થવું પડ્યું?' એવા કષાયભર્યા દિલ ક્ષુદ્ર હોય છે.
(૧) એને ભાગ્યની સત્તા પર કોઈ વિશ્વાસ નહિ, તેમ, (૨) એને ક્ષમા-ઉદારતાનાં મહામૂલ્યની કશી ગમ નહિ.
માટે બીજાની ઉદારતા પચાવવી હોય તો ભાગ્યની સત્તા પર વિશ્વાસ ધરો, ને બીજાની ઉદારતાનાં મહામૂલ્ય આંકો.
હજી ય આપણે જાતે એવી ક્ષમા-ઉદારતા કરવાની વાર હોય, પરંતુ બીજાની એ ગુણની પ્રવૃત્તિને સારી ને વ્યાજબી ય ન માની શકીએ ? પણ કહો, એટલું માનવા માટે ય દિલમાં કાંક વિશાળતા જોઈએ છે, ક્ષુદ્રતાની ને કષાયની કાંઈક મંદતા જોઈએ છે. આ ઉચ્ચ માનવભવ પામીને આ કરવાનું છે કે આપણા દિલને સુદ્ર-તુચ્છ નહિ, પણ કાંઈક માલવાળું બનાવીએ, વિશાળ બનાવીએ, કષાયો પર કાંઈક અંકુશવાળું કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org