________________
વ્યાખ્યાન ૨૮ મેક્ષની ઈચ્છાવાળાએ ત્રણ પગથિયાં વિચારવાનાં છે
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, દ્વાદશાંગીની રચના કરી. તેની અંદર પહેલાં જે કે ચૌદ પૂર્વેની રચના કરી. રચનાની અપેક્ષાએ પૂર્વે પહેલા નંબરે હેવા છતાં, આખું દષ્ટિવાદ પહેલાં કરેલું હોવા છતાં, અગિયાર અંગની રચના પછી કરી છતાં સ્થાપના કરતી વખત આદિમાં આચારાંગની સ્થાપના કરી. કેમકે શાસનનું ચાલવું, ટકવું, એ કેવળ આચાર ઉપર જ છે. આચાર શરૂ થાય ત્યાંથી શાસન. આચાર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાસન. આચારાંગની સ્થાપનાથી આચારને વ્યવસ્થિત કરેલ છતાં, વિચારની વ્યવસ્થિતતા ન થાય ત્યાં સુધી “મહુવાની લાકડાની કેરીઓ છેકરાને લલચાવે પણ રસ ન નીકળે તેના જેવું થાય, પણ વિચારની વ્યવસ્થાને અંગે ફળ મળે. વિચારવાનાં ત્રણ પગથિયાં. દરેક મોક્ષની ઇચ્છાવાળાને ત્રણ પગથિયાં ધ્યાનમાં લેવાનાં છે. તે સૂયગડાજીમાં જણાવવામાં આવ્યાં. આ ત્રણ શબ્દો એટલે આ અર્થ, આ પરમાર્થ અને શેષ અનર્થ.
છે કેઈ પણ દિવસ નિવૃત્તિને ઈ ધારી નથી
અનાદિ કાળથી છવ, ધર્મને સાષ્ય તરીકે ગણતો ન હતો. સાધ્ય તરીકે પાંચે ઈદ્રિયોના વિષયોને–સ્પર્શ વગેરેને ગણતો હતો. ચાહે તો પાંચ જાતિમાથી કઈ જાતિમાં, ચાહે તો ચાર ગતિમાંથી કઈ ગતિમાં હોય તે પણ તેનું સાધ્ય એક જ હતું-ઈષ્ટ વિષય. જગત કોની વસે ફરી રહ્યું છે? પાંચ ઇન્દ્રિયની વાંસે. અનાદિ કાળથી આ જીવ વિષયોને ઈષ્ટ