________________
બીજે
વ્યાખ્યાને
૩૩
કાયાની પ્રવૃતિઓથી પુણ્ય બંધાય એ વાતને જાણવાનો પ્રયત્ન કર્યો હોવો જોઈએને ? ક્યી પ્રવૃત્તિ પાપનું કારણ છે અને ક્યી ગત્તિ પુણ્યનું શરણ છે એને જાણ્યા વિના, કેઈ પણ માણસ પાપથી બચવાને અને પુણ્યને ઉપાર્જવાનો પ્રયત્ન કરે શી રીતિએ ?. પણ મેય ભાગે માણસો આ સંબંધી વિચાર જ કરતા નથી. દુનિયામાં ઘણા અંશે ગતાનગતિ૫ણું જ ચાલે છે. આજે કેટલાક માણસો એમ બોલે છે ખરા કે “અમે કોઈના દોરવ્યા દોરવાતા નથી, “અમે અમારા કલ્યાણને નિર્ણય અમારી બુદ્ધિથી સ્વતંત્રપણે કરીએ છીએ, અમે અમારા ભલા–ભંડાને અને અમારા ભલા–ભંડાના કારણને પણ સમજી એ છીએ, પણ આવું બોલનાર માણસનું જીવનેય મોટે ભાગે મતાનું ગતિતાથી પૂર્ણ હોય છે. સુખના સાધનોની માન્યતાના અને સુખના ઉપાયની માન્યતાના સંબંધમાં એ ગતાનગતિપણે જ ચાલે છે. આ બધાનું મૂળ કારણ એ છે કે એ પિતાને જ ઓળખતે નથી. પિત આત્મા છે, ભવાંતરમાંથી અહીં આવેલ છે અને અહીંથી ભરીને પણ પિતે બીજે ઉત્પન્ન થવાનો એ વાતનો, તેમજ આ સંસારમાં તે મુખ્યત્વે પુણ્ય પાપની લીલા જ ચાલે છે, એ વાતને એ વિચાર કરે નથી. વાસ્તવિક રીતે પાપને તજીને પુણ્યને ઉપાર્જવાની દષ્ટિ. એ પણ સ્થલ દષ્ટિ છે, અને એ વાત માણસ જ્યારે પિતાને બરાબર ઓળખી શકે છે ત્યારે જ પ્રાય: સમજી શકે છે.
“સંદેશ » શ્રાવણ વદ ૧૩, ગુરુવાર.