________________
છેઠે
વ્યાખ્યાને
આપણને સાંભળવાને મળે તો તે આવા જ વચનો સાંભળવાને મળે, અને નુકશાનકારક એવું એકપણ વચન સાંભળવાને મળે નહિ.
શુભ ઉપદેશથી જ્ઞાન અને ચારિત્ર મળે
આ ઉપદેશ સાંભળવા મળે, એનું પરિણામ શું આવે? જ્ઞાન પણ મળે અને ચારિત્ર પણ મળે શું ત્યજવા લાયક છે, તેનું પણ જ્ઞાન થાય, શું આચરવા લાયક છે તેનું પણ જ્ઞાન થાય અને શું માત્ર જાણવા લાયક છે તેનું પણ જ્ઞાન થાય. ત્યજવા લાયક શું છે અને ગ્રહણ કરવા લાયક શું છે એનું જ્ઞાન થવાથી, ત્યજવા લાયકને ત્યજવાને માટે અને ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવાને માટે પણ ઉત્સાહિત બનાય. આમ મોક્ષમાર્ગના સ્વરૂપનું જ્ઞાન પણ થાય અને મોક્ષમાર્ગને સેવનારા પણ બની શકાય. મોક્ષમાર્ગના સ્વરૂપનું જ્ઞાન થાય અને મોક્ષમાર્ગને સેવવાનું મન પણ થાય, પરંતુ એવા બધા જ આત્માઓ તત્કાલ મોક્ષમાર્ગના એકાન્ત આરાધક બની શક્તા નથી. મોક્ષ જે મેળવવા લાયક છે. એમ લાગે અને મોક્ષને મેળવવાને જે સાચે માર્ગ છે, તે માર્ગ ઉપર એવી શ્રદ્ધા થઈ જાય કે મારે માટે સેવવા લાયક. તે આ જ માર્ગ છે, છતાં એવા બધા જ આત્માઓ તત્કાલ ચારિત્રધર્મને સેવનારા બની શકતા નથી. જે કાંઈ નુકશાનકારક લાગે તેને બધા તરતજ તજનારા બની શકે અને જે કાંઈ હિતકારક લાગે, તેને બધા તરત જ સેવનારા બની શકે આવું બની શકતું નથી. ત્યજવા લાયક છું અને ગ્રહણ કરવા લાયક શું એની સાચી સમજ હોય અને એ ત્યજવા લાયકને ત્યજવાની તથા ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવાની વૃત્તિ પણ હોય, તે છતાં પણ એ વસ્તુને અમલી બનતાં અટકાવનાર કર્મ હોઈ શકે છે. એવા કર્મને શ્રી જૈન શાસનની પરિભાષામાં “ચારિત્રમેહનીય કર્મ કહેવાય છે. એ ચારિત્રમેહનીય કર્મના ક્ષયોપશમાના યોગે જ મુમુક્ષ અને શ્રદ્ધાળુ આત્મા, ત્યજવા મને ત્યજનાર, ગ્રહણ કરવા ગ્યને ગ્રહણ કરનારે બની શકે છે. મુમુક્ષુ અને શ્રદ્ધાળુ એવા પણ આત્મા