________________
સાતમે
વ્યાખ્યાના
૧૦૩
કારી બન્યા છે. આ રીતીએ સભા સમક્ષ શ્રી કલ્પસૂત્ર પાંચ વિસામાં નવ વિભાગે રૂપ નવ વ્યાખ્યાના દ્વારા વંચાય છે. એ પાંચ વિસામાં પાંચમા દિવસ ભાદરવા શુદ ચેાથતાજ આવવા જોઇએ. ભાદરવા શુદ ચોથના દિવસ એ જ શ્રી પર્યુષાને દિવસ છે અને તે દિવસે ચતુવિધ શ્રી સંધને માત્ર નવમું વ્યાખ્યાન જ નહિ સંભળાવતાં આખુંય શ્રી કલ્પસૂત્ર મૂળ સંભળાવાય છે. આ શ્રી કલ્પસૂત્રની રચના, ચૌદ ૉના જ્ઞાનને ધરનારા યુગપ્રધાન આચાર્ય ભગવાન્ શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી છે. પ્રત્યાખ્યાનપ્રવાહ નામનું જે નવમું પૂર્વ તેમાંથી અમુક અમુક વસ્તુને ઉદ્ધૃત કરીને તેના દ્વારાએ મહાપુરૂષે આ શ્રી કલ્પસૂત્રની રચના કરેલી છે. આથી આ કલ્પસૂત્રનું મહાત્મ્ય અસાધારણ કાર્ટિનુ છે, મહાપુરૂષોએ શ્રી કલ્પસૂત્રનું માહાત્મ્ય ખૂબ ખૂબ વર્ણવ્યું છે અને ફરમાવ્યું છે કે જેમ શ્રી અરિહંતથી પરમ કાઇ દેવ નથી, મુક્તિથી પરમ કોઈ પદ નથી અને શ્રી શત્રુંજયથી પરમ કોઈ તીથ નથી, તેમ શ્રી કલ્પસૂત્રથી પરમ કોઈ શ્રુત નથી. શ્રી કલ્પસૂત્રને સાક્ષાત્ કલ્પવૃક્ષની ઉપમા આપીને મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે આ શ્રી કલ્પસૂત્ર રૂપ કલ્પવૃક્ષનું ખીજ ભગવાન શ્રીમહાવીર પરમાત્માનું ચરિત્ર છે, અકુર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર છે. સ્કંધ શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર છે, શાખાસમૂહ તરીકે ભગવાન શ્રી ઋષભદેવ આદિ ભગવન્તાના ચરિત્રા છે, પુષ્પો તરીકે સ્થવિર એવા મહાપુરૂષાનું વન છે, સુગંધ તરીકે સાધુ-સાધ્વીઓએ પાળવાની જે સમાચારી તેનું જ્ઞાન છે અને મેાક્ષની પ્રાપ્તિ એ ફૂલ છે. આથીજ સર્વોત્તમ પમાં સર્વોત્તમ સૂત્ર વંચાય છે. ભાવમંગલથી તત્કાલ પણ લાભ અને પરિણામે પણ લાભ શ્રી કલ્પસૂત્રની આટલી બધી મહત્તા શાથી? એટલાજ માટે કે-શ્રી કલ્પસૂત્રમાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણેયનુ” વન છે. એક તે નવમા પૂર્વમાંથી ઉદ્ધૃત કરાએલી વસ્તુ, અને ઉધૃત કરીને સૂત્રરૂપે રચના કરનારા ચૌદપૂર્વ યુગપ્રધાન મહાપુરૂષ અને એમાં વર્ષોંન