________________
આઠમે
વ્યાખ્યાને
૧૨૩
યોગે જ થાય છે. ઉત્કટ કેરીની ભાવ દયા જીવ માત્ર પ્રત્યેના દયાભાવમાંથી જન્મે છે. જીવ માત્ર પ્રત્યેનો દયાભાવ હૈયામાં પ્રગટે છે અને જીવમાત્રનું ભલું કેવી રીતિએ થઈ શકે તેમ છે તેનું તેઓને જ્ઞાન પણ છે, આથી એ તારકો એ દયામય વિચાર કરે છે કેજગતના પરમ શુદ્ધ એવા મેક્ષમાર્ગને પામ્યા નથી, માટે જ તેઓ દુઃખના કષી અને સુખના અભિલાષી હેવા છતાં પણ, દુઃખથી રહિત અને સુખથી સહિત બની શક્તા નથી. જે મારામાં શક્તિ હોય, તે હું એક જ કામ કરું કે. જગતના સધળાય જીવોને પરમ શુદ્ધ એ મેક્ષમાર્ગ પમાડી દઉં. આ જાતિની દયામય વિચારસરણીથી એક્તાન બની જનાર આત્માઓ, એ એકતાનતાના યોગે જે પુણ્યકર્મનો ગાઢ બંધ ઉપાજે છે, તેને શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કહેવાય છે. આ રીતિએ ત્રીજા ભવે શ્રી તીર્થંકર-નામકર્મને નિકાચનારા પુણ્યાત્માઓ, પોતાના અન્તિમ ભાવમાં માતાના ગર્ભમાં આવે છે, ત્યારથી જ જ્ઞાનપ્રધાનજીવનને જીવનારા હોય છે અને એથી જ એ તારકોના જીવનમાં એક પણ અનુચિત પ્રવૃત્તિને સ્થાન હોતું નથી. મહાવિરાગી એવા પણ એ આત્માઓ જે પોતાના જ્ઞાનબળે એમ જાણે છે કે અમુક કર્મ પરણ્યા વિના અગર તે ભેગ ભોગવ્યા વિના આત્માથી વિખૂટું પડે તેવું નથી જ, તે જ એ તારક લગ્નાદિ પ્રવૃત્તિને આચરે છે. પોતાના જ્ઞાનબળે પિતાની દીક્ષા ગ્રહણ કરે છે અને જ્યાં સુધી એ તારક પિતાના વીતરાગના ગુણને તથા અનન્તજ્ઞાનાદિ ગુણોને પ્રગટાવી શકતા નથી, ત્યાં સુધી જંપીને બેસતા નથી, પરંતુ જરૂરી એવી ઉગ્ર સાધનાઓમાં પણ દત્તચિત્ત બન્યા રહે છે. આ રીતિએ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા બાદ, એ તારક જે ધર્મતીર્થને પ્રવર્તાવે છે તે જ શ્રી જૈન શાસન છે. હાલ આ શ્રી ભરતક્ષેત્રમાં જે શ્રી જૈનશાસન વિધમાન છે, તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પર્વતાવેલું છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવેલા પરમ શુદ્ધ એવા મોક્ષમાર્ગને અનન્તલમ્બિનિધાન એવો શ્રી .