________________
૧૨૪
પયુ ષષ્ણુપનાં
લેખાંક
ગૌતમસ્વામીજી આદિ ગણધર ભગવાનોએ સૂત્રરૂપે ગૂંથ્યા અને શ્રી જનશાસનમાં થયેલા સધળાય મહાપુરુષોએ જે કાંઈ કલ્યાણકારી ઉપદેશ જગતને આપ્યા છે, તે પણ એનેજ અવલખીને આપ્યા છે. આથી જગતના જીવમાત્રના કલ્યાણુનું મૂળ ભગવાન શ્રી જિનેશ્વરદેવે છે, અને એ તારકોએ, આપણે જ્યારે કાંઈ જાગુતા પણ નહોતા, તે વખતે આપણા પ્રત્યેની ધ્યાને ચિન્તીને આપણા ઉપર પરમ ઉપકાર કર્યાં છે. આથી આપણે જો કૃતન હોઇએ, તે ભગવાનૂ શ્રી જિનેશ્વરદેવાના તેમજ શ્રી જૈન શાસનમાં થયેલા સધળાય મહાપુરુષોના ઉપકારને કદી પણુ વિસરી શકીએ નહિ. આ કારણે આ લેખમાળાના પ્રારંભમાં જ કૃતજ્ઞતા ગુણુને પામવાની સૌથી પહેલી ભલામણ કર વામાં આવી હતી. આ લેખમાળામાં જે કાઇ કલ્યાણકારી વસ્તુ આપી શકાઈ છે, તે પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવને અને એ તારકાના શાસનમાં થયેલા મહાપુરુષોને જ આભારી છે. મે' તો એ તારકાએ કહેલી વાતાની કાંઈક વાનગી આપવાના જ પ્રયાસ કર્યાં છે, ભગવાન શ્રી જિનેશ્વર દેવાના અને સદ્ગુરુના આવા ઉપકાર છે. એ વાતને સમજી શકનારા આત્માએ ચૈત્યપરિપાટીરૂપ કાને અને સમસ્ત સાધુઓને વન કરવારૂપ કાયને પણ સુન્દર પ્રકારે આચરી શકે છે. ધમતીના પ્રવર્તક પુણ્યાત્માઓની પ્રતિમાઓના અને એકાન્તે ધ ચારી એવા સદ્ગુરુઓના સુયોગ્ય વિનયથી આત્મા સધળાય મનોવાં છિતાને સિદ્ધ કરીશકે છે. આ રીતિએ સૌ મોક્ષમાને આરાધો અને સૌ મેાક્ષમાર્ગને પામે એ જ એક શુભાભિલાષા.
ય : મ 26)
સખાત