________________
આઠમે
વ્યાખ્યાનો
૧૧૯
બાબતને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરે જોઈએ. એ માટે બહિર્મુખ મટીને અનમુખ બનવું જોઈએ. -
ત્રણ ગુણેની ખાસ જરુર - આ કારણે જ મુમુક્ષુ આત્માઓએ ત્રણ ગુણ મેળવવા જોઈએ, એ વાત આગળ કહેવાઈ ગઈ છે. સદાને માટે સાધુજનોની બહુમાનપૂર્વકની ભકિત કરનારા બનવું, સર્વ જી પ્રત્યે મૈત્રીભાવને ધારણ કર અને મમત્વનો પરિત્યાગ કરવા બાહ્ય સંગને ત્યાગ કરે. આ ત્રણ ગુણે અહિંસાદિરૂપ સંપત્તિને પમાડનારા છે. પ્રાપ્ત થયેલી અહિં સાદિરૂપ સંપત્તિને ટકાવનારો તથા વધારનારા તથા તેને નિર્મલ બનાવનારા પણ છે અને અહિંસાદિરૂપ સંપત્તિના પરમ ફલને પામવામાં સુંદર પ્રકારની સહાય કરનારા પણ આ ત્રણ ગુણે છે. જેનામાં આ ત્રણ ગુણો આવે છે, તે સહેલાઈથી કલ્યાણના અને અકલ્યાણના સ્વરૂપને સમજી શકે છે. અકલ્યાણથી બચવાના તથા કલ્યાણને પામવાના ઉપાયને પણ સહેલાઈથી સારી રીતે જાણી શકે છે અને તે ઉપાયને સારી રીતે તે આચરી પણ શકે છે. વેરવિરોધનો ભાવ આત્માને સ્પશે નહી અને વિરવિરોધનો ભાવ આત્માને સ્પર્યો હોય તે પણ તેવા મલિન ભાવને ટકવા ન દે. એવું પણ આ ત્રણ ગુણોના યોગે સુશક્ય બની જાય છે. જે આત્માઓને નિરંતર શુભ ઉપદેશ સાંભળવાને મળે, રોજ ધર્મચારી આત્માઓના દર્શનનો લાભ મળે અને વિનયને યોગ્ય સ્થાને યથાયોગ્ય વિનયને આચરતા આવડે, આ ઉપરાન્ત જે આત્માઓ પિતામાં નિરતર પ્રત્યુપકારની ભાવનાથી તદ્દન નિરપેક્ષ એવે પ્રીતિભાવ સર્વ જીવો પ્રત્યે પ્રગટે એવા પ્રયત્નમાં હેય અને મમત્વના ત્યાગપૂર્વક બાહ્ય સંગને તજને તૃષ્ણને દવાને લક્ષ્યમાં જે આત્માઓ રમતા હોય તેઓને મોટે ભાગે તે વૈરવિરિધન ભાવ સ્પશે નહિ અને કદાચ કોઈ જીવ પ્રત્યે વૈરવિરોધનો ભાવ સ્પર્શી જાય તે પણ એ કલુષિત ભાવને કાઢવા તરફ જ તેઓનું લક્ષ્ય હાય.