________________
૧ર૦
પર્યુષણ પર્વનાં લેખાંકઃ ક્ષમાપના માત્ર મૌખિક નથી કરવાની
આ વિરવિધિના ભાવને છેવટમાં છેવટ વાર્ષિક પર્વરૂપે શ્રી પર્યુષણના દિવસે તે અવશ્ય તજ જોઈએ. એનો અર્થ એ નથી જ કે આજના દિવસ પૂરતે જ વૈરવિરોધના ભાવનો ત્યાગ કરવાનો છે. આજે તે એ વૈરવિરોધનો ભાવ સદાને માટે જ જ જોઈએ. જે નિમિત્તે એ વેરવિરોધનો ભાવ પેદા થયે હોય તે નિમિત્તે ભવિષ્યમાં કદી પણ એવી રીતિએ યાદ આવવું જોઈએ નહિ કે જે યાદના વેગે વિરવિરોધનો ભાવ પ્રગટે. વિરોધનું એ નિમિત્ત સદાને માટે વિસરાઈ જવું જોઈએ. વૈરવિરોધના ભાવને તજવા દ્વારા ઉપશાન્ત બનીને જેની સાથે વિવિધ થવા પામ્યું હોય તેની સાથે ક્ષમાપના કરી લેવી જોઇએ અને ભવિષ્યમાં કોઈનેય પ્રત્યે વિરવિધિનો ભાવ પ્રગટે નહિ તેવી રીતિએ વર્તવાની કાળજીવાળા બનવું જોઈએ. જો આ રીતિએ ઉપશાન્ત બનાય અને ભવિષ્યમાં ઉપશાન બની રહેવાની કાળજીવાળા બનાય, તે જ શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ દ્વારા અંતે ક્ષમાપના કરવારૂપ કોને આચરવા દ્વારા વાર્ષિક પર્વના સાચા આરાધક બની શકાય. માત્ર મોઢે માફ કરજો એમ કહેવાથી અગર તે કેવળ મૌખિક રીતિએ “મિચ્છા મિ દુક્કડ દેવાથી આત્માની સાચી શુદ્ધિ થાય નહિ, વાર્ષિક પર્વ એ આત્માને શુદ્ધ બનાવવા માટે છે, નહિ કે આત્માની શુદ્ધિની વાચાળતાને સેવવાને માટે છે.
અડ્ડમ તપ આ વાર્ષિક પર્વને અંગે અમનો તપ કરે એ પણ એક અવશ્ય કરવા યોગ્ય કર્તવ્ય છે. એકી સાથે ત્રણ દિવસોએ ઉપવાસ કરવા. એને અમને તપ કહેવામાં આવે છે. ઉપવાસ દરમ્યાન કોઈ પણ પ્રકારનો ખોરાક અથવા તે મુખવાસનું પણ કઈ દ્રવ્ય મેઢામાં મૂકી શકાય નહિ. આમ આહારનો સર્વથા ત્યાગ કરવા સાથે કેટલાક ઉપવાસ દરમ્યાન પાણીનો પણ સર્વથા ત્યાગ કરે છે. જેમાં પાણીનો સર્વથા ત્યાગ કરી શક્તા નથી, તેઓ પણ અચિત્ત જીવરહિત પાણીનો