________________
૧૧૮
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
શીલ બન્યા વિના રહે ? પરંતુ આ જગતમાં આવી મૂર્ખાઈને આચરનારા આત્માઓ જ મોટા પ્રમાણમાં છે.
મૂર્ખ બનાવવાને બંધ જગતમાં આવી મૂર્ખાઈને આચરનારા આત્માઓ તે ઘણું છે, પરંતુ આવી મૂર્ખાઈને આચરવી એ ડહાપણું છે એવું સમર્થન કરનારા આત્માઓને પણ આ જગતમાં તે નથી. ગાળ દેનારને ગાળ દેવી જ જોઈએ. ભૂંડું કરનારનું ભંડું કરવું જ જોઈએ. ભૂંડું કરવાને ઈચ્છનારનું પણ ભૂંડું કરવું જ જોઈએ. રોગની જેમ દુશ્મનને ઊગતા જ ડામી દેવો જોઈએ. આવી આવી તે ઘણી વાતે જ્યારે ને ત્યારે બેલાતી અને શીખામણરૂપે સંભળાવાતી પણ સાંભળવાને મળે છે. તમે કદાચ આવી વાત સાંભળી હશે અગર તે તમને પણ કેટલાકોએ આવી શીખામણ આપી હશે એવા વખતે તમને શું થયું હશે ? વખતે એવી શીખામણ વ્યાજબી પણ લાગી હોય, કારણ કે તમારા હૈયામાં વિરવિરોધને ભાવ પ્રગટ હેય તે એવી શીખામણ વ્યાજબી લાગે. દુનિયાએ તે એટલા માટે કહેવત બનાવી દીધી છે કે-“થાય તેવા થઈએ, તે ગામ વચ્ચે રહીએ” આથી તમે સમજી શકશે કે-ચારેય તરફ આત્માને મૂર્ખ બનાવવાનો ધંધે ચાલી રહ્યો છે. એમાં તમે જે જરા પણ ગાફેલ બની જાવ, તે તમે પણ મૂર્ખ બની જાવ. આ માટે જ મહાપુરુષોએ જગતના જીવને અકલ્યાણી મિત્રોનો સંગ તજવાની ભલામણ કરી છે. સંગ કરે તે કલ્યાણ મિત્રને જ કરો, પરંતુ અકલ્યાણ મિત્રનો સંગ તે કરે જ નહિ, એ બાબતની સૌએ કાળજી રાખવાની જરૂર છે. જગતમાં અકલ્યાણી મિત્રે ઠામઠામ છે, જ્યારે કલ્યાણી મિત્રે તે બહુ જ છેડા છે. અકલ્યાણ મિત્રને સંગ વગર શોચ્ચે થઈ જાય છે, જ્યારે કલ્યાણ મિત્રોના સંગને તે પુરૂષાર્થદ્વારા મેળવો પડે છે. એ માટે કલ્યાણ કોને કહેવાય અને અકલ્યાણ કેને કહેવાય તથા કલ્યાણને ઉપાય કર્યો અને અકલ્યાણને ઉપાય કરે? એ વિગેરે