Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala
Author(s): Sha Ratanchand Shankarlal
Publisher: Sha Ratanchand Shankarlal

View full book text
Previous | Next

Page 636
________________ આઠમ વ્યાખ્યાન ૧૧ લાગે કે કોઈનાય પ્રત્યે વૈરવિરોધ રાખવામાં વસ્તુતઃ મને ફાયદો તે કાંઈ જ નથી. તમારા વેરવિધિથી તમને તે અવશ્ય નુકશાન થાય કોઈનાય પ્રત્યે વેરવિરોધ રાખવામાં ફાયદો તે કશો જ નથી, પરંતુ નુકશાન અવશ્ય છે. તમારા હૈયામાં જે ક્ષણથી કોઈના પણ પ્રત્યે વૈરવિરાધને ભાવ પ્રગટય, તે ક્ષણથી એ નિમિત્તે પણ તમારો આત્મા મલિન બન્યું એ નિર્વિવાદ વાત છે, કોઈ પણ જીવ પ્રત્યેના વૈરવિરોધનો ભાવ એ પોતે જ મલીન ભાવ છે, એટલે જે કોઈ આત્માને એ ભાવ સ્પર્શે છે તે આત્માઓ અવશ્ય મલિન બને છે. વૈરવિધ ભાવ એટલે કે ભાવ? અકલ્યાણની બુદ્ધિ પેદા કરે એ. જેના પ્રત્યે વૈરવિરોધને ભાવ પ્રગટે, તેને અકલ્યાણનો ભાવ પ્રગટયા વિના રહે જ નહિ. વૈરવિરોધને ભાવ જ સૂચવે છે કે એનું અકલ્યાણ થાઓ, એ ભાવ આપણા હૈયામાં છે એટલે જ્યારથી એ ભાવ આત્માને સ્પર્શે છે, ત્યારથી આત્મા એ ભાવને અંગે મલિન બને છે. પછી જેમ જેમ વિરવિરોધના ભાવમાં આત્મા રસ અનુભવે છે તેમ તેમ આત્માની મલિનતા પણ રસમય બનતી જાય છે. એથીએ પાપકર્મ ગાઢ બનતું જાય છે, પછી વચન અને કાયા પણ તેના અકલ્યાણમાં પ્રવૃત્ત થઈને આત્માની મલિનતામાં વધારો કર્યા કરે છે. આથી કોઈનાય પ્રત્યેના વિરવિરોધના ભાવમાં આપણને તે એકાતે નુકશાન જ છે. આપણે વૈરવિરોધને ભાગ ગમે તેટલો ઉગ્ર હોય, તે પણ આપણે સામાને નુકશાન કરી શકીએ નહિ અને જ્યારે જ્યારે સામાને નુકશાન કરનારા બની શકીએ ત્યારે ત્યારે તેના પિતાના જ પાપકર્મના ઉદયની સહાયથી જ તેમ બની શકે. જ્યારે તેના પ્રત્યેના વિરવિધિના ભાવથી આપણને તે નુકશાન થયા વિના રહે જ નહિ આટલી સ્થિતિ સ્પષ્ટ હોવા છતાં પણ કોણ એ મૂર્ખ હેય, કે જે કોઈનાય પ્રત્યેના વિવિરોધના ભાવને પિતામાં પેદા થવા દે અગર તે પેદા થઈ ગયેલા એ વિર વિરોધના ભાવને બનતી પહેલી તકે કાઢી નાંખવાને માટે પ્રયત્ન

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644