________________
૧૧૬ પર્યુષણ પર્વનાં
લેખાંક બને ત્યારે જ કોઈ તમારું ભૂંડું કરી શકે. એ વિના કોઈ તમારું ભૂંડું કરી શકે જ નહિ. એટલે જે તમે જરાક ડાહ્યા બનીને વિચાર કરે તે તમને પિતાને જ લાગે કે-“ભલે દેખીતી રીતીએ મારું ભૂંડું અમુકે કર્યું હોય પરંતુ ખરી રીતીએ તે મેં જ મારું કૂંડું કર્યું છે, કારણ કે-મારું ભૂંડું થાય એવું પાપકર્મ જે મે પૂર્વે ઉપાર્જેલું ન હતું અને વર્તમાનમાં તે પાપકર્મ જે ઉદયમાં આવ્યું ન હેત તે કઈ દ્વારા પણ મારું ભૂંડું થાત જ નહિ.” જે તમે આવો વિચાર કરે તે સૌથી પહેલો ફાયદે તે તમને એ થાય કે—કોઈનાય પ્રત્યે તમારા હૈયામાં પ્રાયઃ વૈરવિરોધને ભાવ પ્રગટે નહિ, દેખીતી રીતિએ જેના દ્વારા તમારું ભૂંડું થવા પામ્યું હોય, તેના પ્રત્યેય તમને રોષ આવે નહિ અને રોષ આવે તે તમને તમારા પિતાના પાપકર્મ ઉપર જ રોષ આવે. બીજા કોઈ ઉપર રોષ આવવાને બદલે પિતાના પાપકર્મ ઉપર રોષ આવે એ તે સારું છે ને ? પિતાના પાપકર્મ પ્રત્યે રોષ કેવા ફલમાં પરિણમે? સામાન્ય રીતિએ રોષ એ પાપકર્મનું જ કારણ છે–એમ કહેવાય, પરંતુ પોતાના પાપકર્મ પ્રત્યેને રોષ એ પાપનું કારણ નથી બનતા, પરંતુ આત્માને પાપકર્મ તરફ જતાં અટકાવવાનું કારણ બને છે. જ્યારે તમે એ વાતને કબૂલ રાખે છે કે તમારા પિતાના પૂર્વ સંચિત પાપકર્મને ઉદય જ્યાં સુધી સહાયક બને નહિ ત્યાંસુધી ગમે તેટલા માણસે તમારું ભૂંડું ચિત્તવે અગર તે તમારું ભૂંડું કરવાને મથે, પરંતુ તેમાંનો કે તમારે એક વાળ પણ વાંકો કરી શકે નહિ; તે પછી તમે એવો જ વિચાર, જેના પ્રત્યે તમારા હૈયામાં વેરવિરોધનો ભાવ છે, તેને અંગે કેમ કરતા નથી ? તમને એમ થવું જ જોઈએ કે–તેના પૂર્વસંચિત પાપકર્મને ઉદય જ્યાં સુધી સહાયક નહિ બને, ત્યાં સુધી તે હું કઈ પણ રીતિએ તેનું ભૂંડું કરી શકવાને જ નથી. તેનું ભૂંડું થશે તે તેના પાપકર્મના ઉદય ગે જ થશે, પણ મારું કર્યું જ એનું ભૂંડું નહિ થાય. જે આ વિચાર તમને આવે તો તમને