________________
૧૦૮
પર્યુષણ પર્વનાં
લેખાંક
તે તે જ આત્માઓ આચરી શકે, કે જે આત્માઓને મોક્ષની અભિલાષા ન હોય અને એથી શુદ્ધ એવા મેક્ષ માર્ગની સાચી રૂચિ ન હોય. જેઓ આજે એકની એક વાતથી કંટાળ્યાની વાત કરે છે, તેઓ એમ કહી શકશે ખરા કે તેમને શ્રી કલ્પસૂત્રમાં આવતી વિગતેની સાચી અને શક્ય એટલી પૂર્ણ માહિતી છે ખરી ? હવે તેઓ નવી વિગતની શોધમાં નીકળ્યા છે! જે લોકોને એમ લાગતું હોય કે “શ્રી કલ્પસૂત્રના વાચન દ્વારા જે વાતો દેવ સંબંધી, ગુરૂ સંબંધી અને ધર્મ સંબંધી કહેવાય છે તેમાં કાંઈ કસ નથી અમે તેના કરતા સારૂ કહી શકીએ છીએ, આવી મનોવૃત્તિવાળા માણસોને માટે તે કહેવું શું ? એવા માણસે શ્રી પર્યુષણ પર્વમાં માનનારા પણ શાના હોય ? પણ તેમનું નવું કોઈ પર્વે શોધી કાઢવાને બદલ શ્રી પર્યુષણ પર્વમાં જ અને શ્રી પર્યુષણ પર્વના નામે જ ભાષણ શ્રેણિ ગોઠવવાનું કેમ પસંદ કર્યું? આ તે પ્રસંગ પુરતી સૂચના આપી દીધી, બાકી તે આને અંગે ઘણું જ કહેવા જેવું છે. અહીં તે વાત એટલી જ છે કે શ્રી પર્યુષણામાં શ્રી કલ્પસૂત્રનું શ્રવણ એય અવશ્ય કર્તવ્ય છે. આવતી કાલે ભાદરવા સુદ ચોથ છે, અને શ્રી પર્યપણું પર્વને દિવસ ભાદરવા સુદ ચોથનો જ છે, એટલે આવતી કાલે જ્યાં જ્યાં સાધુ મહાત્માઓ હશે, ત્યાં ત્યાં આખુંય શ્રી કલ્પસૂત્ર મૂળ વંચાશે. માટે જેઓએ આગલા વ્યાખ્યાને ન સાભળ્યાં હોય. તેઓએ પણ શ્રી કલ્પસૂત્રના શ્રવણ-સકલ સામશ્રીઓ સહિત શ્રી કલ્પસૂત્રના શ્રવણને લાભ લેવાને ચુકવું , જોઈએ નહિ,
શ્રી પર્યુષણના ખાસ કર્તવ્ય મહાપુરૂષો ફરમાવે છે કે શ્રી કલ્પસૂત્રનું શ્રવણ સકલ સામગ્રીએ સહિત કરવાથી જ તે શ્રવણ વાંછિત ફલને પમાડનારું બને છે. એ કારણે શ્રી કલ્પસૂત્રના શ્રવણના મહિમાને સાંભળીને તપ, પૂજા અને પ્રભાવના આદિ ધર્મકાર્યો, કે જે કષ્ટસાધ્ય છે,