Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala
Author(s): Sha Ratanchand Shankarlal
Publisher: Sha Ratanchand Shankarlal

View full book text
Previous | Next

Page 626
________________ સાતમે વ્યાખ્યાન - ૧૦૭ કે આ શ્રી કલ્પસૂત્રને વાંચવા દ્વારા આ શ્રી કલ્પસૂત્રના વાંચન આદિમાં સહાય આપવા દ્વારા અને આ શ્રી કલ્પસૂત્રના સર્વે અક્ષરોને સાંભળવા દ્વારા પણ જે આ શ્રી કલ્પસૂત્રની વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે તેથી આરાધક આત્માને એ આરાધના માત્ર આઠ ભની અંદર જ મુક્તિને આપનારી નિવડે છે અને આ વાતમાં પણ જરાય શંકા લાવવા જેવું નથી. શ્રી પર્યુષણમાં ગોઠવાતી ભાષણશ્રેણી આજે આવા મંગલમય અને મંત્રાક્ષરોથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પસૂત્રના શ્રવણથી જેને વંચિત રહી જાય એવી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અને યુવક સંઘે આદિના નામે યોજવામાં આવતી ભાષણ શ્રેણીઓ એ એના જ એક પ્રતીક રૂપ છે. પહેલાં તે આ શ્રી કલ્પસૂત્ર શ્રાવક શ્રાવિકાઓને સાંભળવાને પણ મળતું નહિ, જ્યારે આજે મહાભાગે એ શક્ય બનેલું છે, ત્યારે આના શ્રવણથી વંચિત રહેવું એ કમનશીબી છે. કેટલાક કહેશે કે, વર્ષે વર્ષે એની એ વાતે સાંભળવી કેમ ગમે ? આ પ્રશ્ન જ મૂળ વસ્તુની પ્રીતિને અભાવ છે એમ સૂચવે છે. પરમ તારક અને પરમ શુદ્ધ દેનાં ચરિત્રે બાર મહિને સાંભળવાનો અવસર મળે, તેમાં કંટાળો કોને આવે ? સર્વ પાપપ્રવૃત્તિઓથી મુક્ત અને કેવળ ધર્માચારી એવા મહાપુરૂષોના ચરિત્ર અને ગુરૂવર્ગની પરંપરા આ દિને સાંભળવાને બારે મહિને અવસર આવે, ત્યારે એ તરફ અણગમે કોને થાય ? દેવના સ્વરૂપનું અને ગુરૂના સ્વરૂપનું ચિંતન તે આત્માએ રોજ કરવું જોઈએ એના ગે પણ આત્માની ઘણી શુદ્ધિ સધાય છે અને સદ્દધર્મના સુંદર આચારને પિતાના જીવનમાં જીવવાની પ્રેરણા મળે છે. શુદ્ધ દેવતવ ઉપર, શુદ્ધ ગુરૂતત્વ ઉપર અને શુદ્ધ ધર્મતત્ત્વ ઉપર શ્રદ્ધાને કેળવવાનો તેમજ આત્મામાં શ્રદ્ધા પ્રગટી હેય તો તે નિર્મલ બનાવવાનો સુંદર ઉપાય છે. આવા સુંદર સંગેથી કઈ પણ આત્મા વંચિત રહે અગર તે વંચિત બને એવી પ્રવૃત્તિને

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644