________________
સાતમે
વ્યાખ્યાનો
૧૦૫
પરમ મંગલને આચરનારા પુણ્યાત્માને પણ મહા આપત્તિઓમાં મૂકાયા કરવું પડે એ સહજ છે. આમ હોવા છતાં પણ ભાવમંગલ પિતાનું ફલ તે આપે જ છે. આત્માની સાચી શુદ્ધિના ભાવમાં રમતા આત્માઓ એ મહાવિપત્તિઓના કાળમાં પણ અદ્ભુત એવા સમાધિસુખમાં મહાલતા હોય છે. બહારના એટલે બીજા છે જાણે કે આમને માથે આપત્તિઓનો પાર નથી અને પોતે માને છે હું સંપત્તિઓથી વીંટળાઈ રહયો છું. કારણ કે એ આત્માઓને દુઃખ દુખ ઉપજાવી શક્તા નથી. પરંતુ દુઃખના કારણ રૂ૫ પિતાના જે પાપકર્મો એ રીતિએ આત્માથી વિખૂટા પડતાં જાય છે. તેનાથી એ આત્માઓ સુખને અનુભવે છે. એ રીતિએ પણ સુખને અનુભવ કરે છે કે–આ બધા દુઃખે બહુ સારા કાળમાં આવ્યા, મારા આ પાપકર્મો જે મારા અજ્ઞાનાદિના કાળમાં ઉદયમાં આવ્યા હત, તે હું આટલો ધીર રહી શક્ત નહિ, દુર્ગાનના દાવાનળમાં સળગ્યા કરવાના વધારાના દુ:ખને હું જાતે ઊભું કરત અને દુઃખથી ત્રાસીને મન-વચન-કાયા દ્વારા એવી એવી પ્રવૃત્તિઓ કરત કે ભવિધ્યમાં મને આના કરતાં પણ કંઈ ગુણ વધુ પ્રમાણવાળા અને કંઈ કાળ પર્યન્ત ટકે તેવા દુ:ખોને આપનારા પાપ કર્મોને ઉપાર્જત ! આજે હું સાવધ છું અને સાચી શુદ્ધિમાં રહી શકું છું, તેથી આ દુ:ખ મને મૂઝવી શકતા નથી અને આ નિમિત્તે મારા બીજા પણ પૂર્વકાલિન થોકબંધ કર્મો મારા સારા ભાવના કારણે, મારા આત્માથી વિખૂટા પડી જાય છે. ભાવમંગલના યોગે તત્કાલ આવા સુન્દર સમાધિસુખની પ્રાપ્તિ થઈ શકે છે અને પરિણામે મુક્તિસુખની પ્રાપ્તિ થઈ શકે છે. મંગલના અભિલાષી આત્માઓએ આવા જ મંગલના અભિલાષી બનવું જોઈએ. મંગલના વાસ્તવિક સ્વરૂપને વર્ણવતાં ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે “માં ભવાદ્ ગાલયતિ ઈતિ મંગલમ” ભવ એટલે સંસાર, એનાથી જે આત્માને ગાળે, તેને મંગલ કહેવાય. મંગલ જે સાચી રીતિએ મંગળ જ હોય તે,