________________
૧૦૨
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
આચાર્ય ભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજા તે વર્ષે ભાદરવા શુદ છઠે પર્યુષણા કરી લેત. અને પછી પાછા ભાદરવા સુદ પાંચમે સંવત્સરી પર્વ કરવાનું જારી રાખત, પરંતુ ભાદરવા સુદ પાંચમે આગલે વર્ષે સંવત્સરી કરેલી, તેથી જેમ તે વર્ષે ભાદરવા સુદ છઠે સંવત્સરી થઈ શકે તેમ ન હતું, તેમ ભાદરવા સુદ ચોથે સંવત્સરી કર્યા પછી ભાદરવા સુદ ચોથની રાત્રિનું ઉલ્લંઘી શકાય તેમ પણ નહોતું, ત્યાં શાસ્ત્રની આજ્ઞાનો સવાલ હતું. આથી ત્યારથી પર્યુષણ પર્વ ભાદરવા સુદ ચોથે જ નિયત થયું, અને માસી ચૌદશે નિયત થઈ. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે પર્યુષણ પર્વ તે માત્ર એક જ દિવસ છે. પર્યુષણું પર્વને ભાદરવા સુદ અને દિવસ એ આઠ દિવસ આવે એ રીતિએ પહેલાના સાત ધિસોને લઈને શ્રી. પર્યુષણું અઠ્ઠાઈ ગણાય છે. શ્રી પર્યપણું પર્વની અઠ્ઠાઈ આઠ દિવસની છે, પણ શ્રી પર્યુષણ તે એક જ દિવસે અને તે પણ યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજાએ જ્યારથી ફેરફાર કર્યા, ત્યારથી ભાદરવા શુદ થે જ છે.
શ્રીકલ્પસૂત્ર શ્રી પર્યુષણ પર્વ આવે છd, મંગલ નિમિત્તે, શ્રી કલ્પસૂત્ર વંચાતું અને સંભળાવાતું. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા બાદ, રાત્રિએ શ્રી કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ માત્ર સાધુઓ પુરતુ જ થતું હતું. શ્રી કલ્પસૂત્ર સાધ્વીઓને પણ તેજ દિવસે દિવસના ભાગમાં વિધી અનુસાર સંભળાવાતું હતું. તે કાળમાં શ્રાવક-શ્રાવિકા સંઘને શ્રી કલ્પ સૂત્ર સંભળાવાતું પણ નહીં. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નિર્વાણ પામ્ય, એક મતે ૯૮૦ વર્ષો વ્યતીત થયે છતે અને મતાંતરે ૯૯૩ વર્ષો વ્યતીત થયે છતે શ્રીકલ્પસૂત્ર સભા સમક્ષ મહેસવપૂર્વક આનંદપુર નામના નગરમાં વંચાયું અને ત્યારથી આરંભીને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘ શ્રી કલ્પસૂત્રના શ્રવણને અધિ