________________
પર્યુષણ પર્વનાં
લેખાંક: આચરવારૂપ ફલ પણ સાધુસેવાના યોગે પ્રાપ્ત થાય છે. વિનય એટલે હૈયામાં બહુમાન સાથે હાથ જોડીને માથું નમાવવું, એ વિગેરેરૂપ ક્રિયા. વિનય જે જે સ્થાને જે જે રીતિએ કરવા જે તે તે રીતિએ તે તે સ્થાને સાધુઓ વિનય કરતા જ હેય. સાધુજને તે વિનયની મૂર્તિસમા હેય, સાચા સાધુઓ પરમાત્માન, ગુરુને . વડિલ સાધુજનોનો, જ્ઞાન તથા ચારિત્રનો અને જ્ઞાન તથા ચારિત્રના સાધનો આદિનો વિનય આચરનારા હોય અને એ જોઈને સાધુસેવા કરનારને ક્યાં છે કે વિનય કરવું જોઈએ, એ ખ્યાલ આવે છે તેમજ તે તે સ્થાને વિનય કરાવે એવો તે તે સ્થાન પ્રત્યે હૈયાના બહુમાનભાવ પ્રગટે છે. આ વિનય પણ જ્ઞાન, ચારિત્રનો અને ક્રમે કરીને પરમાત્મપદનો પ્રરૂપક બની શકે છે અને તે સાધુસેવાના યોગે સહેલાઈથી પામી શકાય છે.
સુગુરુ અને ગુરુ નિરન્તર શુભ ઉપદેશ, ધર્મચારી આત્માઓનું દર્શન અને સ્થાને વિનય, એ સાધુસેવાનું મેટું ફલ છે. આ વાત તમને ગમી જાય, તે તમે એવા સાધુજનોની સેવા કરવાનું જ છે કે જે સાધુજનોની સેવાના યોગે આ ત્રણ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય. જે સાધુજન શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓએ દર્શાવેલ મોક્ષમાર્ગથી વિપરીત માર્ગનો ઉપદેશ આપતે હોય, એ પરમ આત્માઓએ કલા વચનોનું પ્રતિપાદન કરવાને બદલે, એ પરમ આત્માઓએ નિષેધેલા વચનોનું જ પ્રતિપાદન કરતે હેય; એ સાધુજન વસ્તુતઃ સુસાધુ નથી, પણ કુસાધુ છે. એ જ રીતિએ, જે સાધુ એકાતે ધર્મચારી બનેલે હેય નહિ અને પાપચારી પણ હોય, તે સાધુ પણ વસ્તુતઃ સુસાધુ નથી પણ મુસાધુ છે. સાધુ જેમ મનીન્દ્ર પ્રવચનનો પ્રતિપાદક હોવો જોઈએ, તેમ ધર્મચારી પણ હોવો જ જોઈએ. અને સાથે સાથે સાચા મુક્તિમાર્ગના દર્શક ધર્મશાસ્ત્રોએ જે સ્થાને જે જે પ્રકારના વિનયને આચરવાનો કહ્યો છે. તે તે સ્થાનોએ વિનયને આચરનાર