________________
" પર્યુષણ પર્વનાં
લેખાંકઃ કે લેવાના છે, તે ક્રમે કરીને નાશ પામે છે. વિષયનો સંગ, એ. જીવની ભવાસનાને ઉધક છે. વિષયનો સંગ ન હોય તે તેથી લોભવાસનાને શેર કરવાની જગ્યા મળતી નથી અને મુમુક્ષુ આત્મા સંગ માત્રથી રહિત ભાવનામાં રમત હોય છે, એટલે પહેલા લોભવાસના કાબૂમાં આવી જાય છે, તેને ઉધક સામગ્રી નહિ મળવાથી તે નિર્બલ બની જાય છે અને જીવની સંગ રહિત બનવાની ભાવનાના જોરથી તે અંતે સર્વથા નષ્ટ પણ થઈ જાય છે. આમ બાહ્ય સંગેનો ત્યાગ પણ મુમુક્ષુ આત્માઓને માટે ખૂબ જ ઉપકારક નીવડે છે, તૃષ્ણ એ એવી ભયંકર વસ્તુ છે કે એને ઉપકારી મહાપુરુષો સઘળાય દોષોની જનની તરીકે અને સઘળાય ગુણેની ઘાતિની તરીકે ઓળખાવે છે. તૃષ્ણાને આધીન બનેલ છવ તક મળતાં દોષને સેવે નહિ તે કહી શકાય નહી, અને એથી જો પહેલાં તેનામાં કોઈપણ ગુણ આવ્યા હોય તે તે નાશ પામી જાય અને જે ગુણ ન આવ્યા હોય તે તૃષ્ણ પણ ગુણને આવવા દે નહિ, આથી મોક્ષમાર્ગને સેવવાને માટે મુમુક્ષુ આત્માઓને મમત્વનો ત્યાગ કરીને સઘળાય બાહ્ય સંગેનો ત્યાગ કરવાને માટે ઊધત બનવું જોઈએ. બહુ સાવધ આભાઓને પણ બાહ્ય સંધના અંશો કોઈ કોઈ વાર બહુ ભયંકર રીતિએ તૃષ્ણાના આવર્તમાં ઘસડી જાય છે, એટલે જેઓએ શક્ય હોય તેઓએ તે જેમ બને તેમ બાહ્ય સંગેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને
જ્યાં સુધી એવા સર્વત્યાગી ન બની શકાય ત્યાં સુધી જેટલા બાહ્ય સંજોગને તજાય તેટલા બાહ્ય સંગને તજીને અને શેષ બાહ્ય સંગને તજવાના પ્રયત્નમાં રહીને જેટલા બાહ્ય સંગ હોય તેના પ્રત્યેના મમત્વ ભાવથી મુક્ત બન્યા રહેવાનો પ્રયત્ન કરવા જોઈએ. મુમુ બનેલા જે પુણ્યાત્માઓ આ ત્રણ ગુણને સારી રીતિએ સેવનારા બને છે, તેઓ મોક્ષમાર્ગના જ્ઞાતા તથા મોક્ષમાર્ગના પાલક બનીને અનેક આત્માઓને મોક્ષના માર્ગે દોરનારા બનવા સાથે પિતાના મોક્ષને મેળવનારા બને છે અને સદાકાળને માટે સંપૂર્ણ સુખી બની જાય છે.