________________
પર્યુષણ પર્વનાં
લેખાંક, એ જ સુધર્મ છે અને જે ધર્મ શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓએ કહેલ ન હોય તે કુધર્મ છે. આ રીતિએ વિચાર કરીને મોક્ષના આશયથી કુદેવાદિને ત્યાગ કરે અને સુદેવેનો સ્વીકાર કરે એ જીવનું સમ્યગૂર્ણન છે. અત્ર દેવતત્વના સંબંધમાં થોડાક વધુ ખુલાસાની આવશ્યક્તા છે. દેવ, વીતરાગ અને સર્વજ્ઞ હેય જ એમાં બે મત નથી પરંતુ સઘળાય વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓનો સમાવેશ દેવતત્વમાં થતું નથી. દેવતત્વમાં સઘળા જ મુક્તાત્માઓનો સમાવેશ થાય છે, પરંતુ જે આત્માઓ વીતરાગને
અને સર્વજ્ઞપણાને પામ્યા બાદ જ્યાં સુધી સંદેહ વિચરતા હોય ત્યાં - સુધી તે આત્માઓ પૈકી જે મોક્ષમાર્ગના સ્વતંત્ર પ્રરૂપક અને ધર્મ તીર્થના સ્થાપક આભાઓ હેય છે તે આત્માઓ દેવતત્વમાં ગણાય છે, જ્યારે બાકીના શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા આત્માઓનો સમાવેશ ગુરુતત્ત્વમાં થાય છે.
પ્રાણી માત્ર પ્રત્યે મિત્રી ભાવવાળા બનવું જોઈએ
શુદ્ધ મોક્ષમાર્ગના સાચા આરાધક એટલે કે ધર્મચારી બનવાને માટે મુમુક્ષુ આત્માઓએ જેમ સદા સાધુજનોની બહુમાનપૂર્વક સેવા કરનારા બનવાની જરૂર છે, તેમ મૈત્રી ભાવના અભ્યાસવાળા પણ બનવાની જરૂર છે. મિત્રીભાવ એટલે પ્રત્યુપકારથી નિરપેક્ષ એવો પ્રીતિભાવ, પ્રાણી માત્ર પ્રત્યે પ્રતિભાવવાળા બનવું જોઈએ અને કોઈ પણ પ્રાણી તરફથી પોતાના એ પ્રીતિભાવના બદલાની અપેક્ષા નહિ રાખવી જોઈએ. એટલે જે આપણું પ્રત્યે પ્રીતિભાવવાળો હોય, તેના પ્રત્યે આપણે પ્રીતિભાવવાળા બનવું એમ નહિ, પરંતુ આપણે પ્રત્યે જે અપ્રીતિભાવવાળો હોય તેના પ્રત્યે પણ આપણે તે પ્રતિભાવવાળા જ બનવું. આ મૈત્રીભાવમાં આ મારો અને આ માટે નહીં
એવો પણ કોઈ ભેદ પાડવાનો નહીં તેમજ આ તે પશુ છે, આ તે પંખી છે એ એ પણ કઈ ભેદ પાડવાનો નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેહને ધરનાર છવ હોય તે પણ તેના પ્રત્યે પ્રીતિભાવને ધારણ કરવાનો આ મિત્રીભાવ કાંઈ સહેલાઈથી આવી શકતું નથી એટલે