________________
છઠે
વ્યાખ્યાને
૯૧
પણ જોઈએ જ. તે સ્થાનોએ વિનયનો અભાવ એ સાધુપણાને માટે કંલકરૂપ છે, તેમાંય જે તે તે સ્થાનો પ્રત્યે હૈયામાં સાચે બહુમાનભાવ જ ન હોય, તે એ સાધુ સાધુવેષને ધરનાર હોવા છતાં પણ સુસાધુ નથી પણ મુસાધુ છે.
સમયગ્દર્શન આ વાતમાં પણ મુમુક્ષુ અને શ્રદ્ધાળુ આત્માઓએ બહુ જ ચકોર બનવું પડશે. મુમુક્ષુ આત્માઓએ તે શ્રદ્ધાળુ બનવાને માટે આ વાતમાં ખાસ સુનિશ્ચિત મતવાળા બનવું જોઈએ. દેવતત્ત્વ ગુરૂતત્વ અને ધર્મતત્ત્વ એ તત્વત્રયીમાં ગુરૂતત્ત્વનું સ્થાન અમુક અપેક્ષાએ બહુ જ મહત્વનું છે. દેવતત્વની અને ધર્મતત્ત્વની પિછાન સદ્દગુરુઓ દ્વારા થાય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ આત્માઓના વિરહકાળમાં, મોટો આધાર ગુરુતત્ત્વ ઉપર છે. ગુરુતત્ત્વ બગડે, તે દેવતત્વ પ્રત્યેની અને ધર્મતત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસને પામે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સાચે શ્રદ્ધાળુ એટલે કે સમ્યગ્દષ્ટિ આત્મા તે જ કહેવાય છે કે જે આત્માએ મોક્ષના આશયથી કુદેવનો, કુગુનો તથા કુધર્મનો ત્યાગ કરવાપૂર્વક સુદેવનો, સુગુરુનો અને સુધર્મની સ્વીકાર કર્યો હોય. દેવમાં વસ્તુતઃ કુદેવ હોતા જ નથી, પરંતુ દેવ તરીકે પંકાનારા અને પૂજનારાઓમાં કુદે પણ હઈ શકે છે. ગુરુમાં વસ્તુતઃ કુગુરુ હતા જ નથી પરંતુ ગુરુ તરીકે પંકાનારા અને પૂજનારાઓમાં કુગુરુઓ પણ હોઈ શકે છે. એજ રીતે ધર્મમાં વસ્તુત: કુધર્મ હેતે જ નથી પરંતુ ધર્મ તરીકે ઓળખાતા અને સેવાના માર્ગોમાં કુધર્મો પણ હોઈ શકે છે. આથી મુમુક્ષ બનેલા આત્માઓએ ખૂબ જ પરીક્ષક બની જવું જોઈએ. કોઈપણ દેવને દેવ તરીકે સ્વીકારતા એ જોવું કે એ વીતરાગ અને સર્વજ્ઞ છે કે નહી ? જે વીતરાગ અને સર્વજ્ઞ નહી તે સુદેવ નહી, સુગુરુ અને કુગુરુની વાત તે હમણાં જ આપણે આની ઉપરના ફકરામાં વિચાર આવ્યા. ધર્મની બાબતમાં તે ટૂંકમાં એમ કહી. શકાય કે–શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓની આજ્ઞા