________________
છઠે
વ્યાખ્યાને
જ આ મૈત્રીભાવને લાવવાનો, અભ્યાસ કરવાનો. આ રીતિએ રોજ મૈિત્રીભાવને લાવવાનો અભ્યાસ કરતે કરતે આત્માનો શ્રેષરૂપ અગ્નિ શમી જવા પામે છે, કારણ કે મૈત્રીભાવને લાવતે લાવતે આત્મામાં સમાન ભાવ પેદા થવા પામે છે. વૈરભાવવાળા આત્માઓ મોક્ષમાર્ગની સાચી આરાધના કરી શક્તા નથી. કોઈના પણ અકલ્યાણની ભાવના રહે નહિ અને સૌના કલ્યાણની ભાવના આવે, ત્યારે જ સાચા ધર્મચારી બની શકાય છે. દોષભાવ ઉપશમી જાય અને મંત્રી પ્રગટવા પામે. ત્યારે જ શુદ્ધ અહિંસામય ધર્મનું સુન્દર પ્રકારે પાલન થઈ શકે છે, માટે મુમુક્ષુઓએ આ ગુણ કેળવવું એ પણ જરૂરી છે.
બાહ્ય સગાને ત્યાગ પણ પરમ ઉપકારક મુમુક્ષુઓએ ત્રીજો ગુણ જે કેળવવા લાયક છે, તે મમત્વના ત્યાગનો છે. ધન ધાન્યાદિ જે પરિગ્રહ છે તેનો તેમજ સંસારના જે જે પદાર્થો ઉપર અને જે જે વ્યક્તિઓ ઉપર મમત્વનો ભાવ છે તે પણ ત્યાગ કરવો, એ મોક્ષમાર્ગની આરાધના કરવાને માટે જરૂરી છે. આ ગુણને માટે આત્માએ બાહ્ય સંજોગોનો ત્યાગ કરવાનો છે. અનુકૂળ એવા પણું બાહ્ય સંજોગો, સરવાળે તે, દુખના જ કારણરૂપ છે એ વાત આપણે વિચારી આવ્યા છીએ. મુમુક્ષુ બનેલા આત્માને બાહ્ય સંજોગો દ્વારા ભોગવતા સુખાભાસમાં રસ રહેતા નથી. એને તે આત્મિક સુખનો અનુભવ કરે છે. મુમુક્ષને ઉપધિજન્ય નહિ, પણ ઉપાધિરહિત સુખ ખપે છે. બાહ્ય સંજોગે, એ પોતે જ ઉપાધિરૂપ છે અને અનેકવિધ ઉપાધિઓના જનક છે. બાહ્ય સંજોગોનો વેગ મિત્રીભાવમાં પણ વિક્ષેપ ઉપજાવનારો બને છે અને સાધુ સેવામાં પણ વિક્ષેપ ઉપજાવનાર નીવડે છે. હવે તે મુમુક્ષુ આત્માએ આંતરિક સંગે ઉપર ધસારો કરવાનો છે એ માટે એણે પહેલા શક્ય એટલો બાહ્ય સંગનો ત્યાગ કરવો જોઈએ. બાહ્ય સંગોનો ત્યાગ કરીને સોથી મોટો લાભ તે એ થાય છે કે-આમાની જે તૃષ્ણ છે એટલે