________________
૯૮ પર્યુષણ પર્વના
લેખાંક મેળવવા જોઈએ. જેની વાત આપણે કરી આવ્યા.
જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ સમ્યજ્ઞાનપૂર્વકનું ચારિત્ર સંયમમય અને તમય હોય છે. મોક્ષ પામે એને અર્થ એ છે કે આત્માને સકલ કર્મોના યોગથી સર્વથા રહિત બનાવી દેવે. સાધના દ્વારા આત્માના સ્વરૂપને ફેરવવાનું નથી, પણ આત્માના સ્વરૂપને પ્રગટાવવાનું છે. કર્મના યોગને લઈને આત્મા અત્યારે વિભાવદશાને અનુભવ કરી રહ્યો છે એજ આત્મા કર્મના યોગથી રહિત બની જાય એટલે સ્વભાવ શાને અનુભવ કરનારે બને. આત્મા કેવળ સ્વભાવ દશાને જ અનુભવ કરનારો બને પછી તે કાંઈ કરવાપણું રહેતું જ નથી. આપણે મહેનત તે વિભાવશા ટળે એ પુરતી જ કરવાની છે.
વિભાવદશાનું મૂળ કારણ કર્મ છે. આત્માની સાથે કર્મનો યોગ એજ આત્માની વિભાવદશાનું મૂળ કારણ છે. એટલે કર્મને વેગ જાય તેની સાથે વિભાવશા પણ જાય. આથી મુમુક્ષુ આત્માઓએ નવા કર્મને યોગ થવા પામે નહિ, તથા જુના કર્મોને યોગ નષ્ટ થઈ જાય એ માટે જ જ્ઞાન અને ક્રિયાને ઉપયોગ કરવાનું છે. જ્ઞાન અને ક્રિયા દ્વારા નવા કર્મોના વેગને અટકાવી શકાય છે. અને પ્રાચીન કર્મોને આત્માથી વિખુટા પાડી શકાય છે. સંયમ નવા કર્મોને આવતા અટકાવે છે અને તપ પ્રાચીન કમોને આત્માથી વિખુટાં પાડી દે છે. પણ તે સંયમ અને તે તપ જે સમ્યગ્ગાને કરીને સહિત હેય તે જ તે આવા સુંદર પરિણામને નિપજાવી શકે છે. આ રીતીએ જ્ઞાનની અને ક્રિયાની ઉપાસનામાં પણ સાધુસેવા, મૈત્રીભાવ અને બાહ્ય અંગેને ત્યાગ બહુ સારી રીતિએ ઉપકારક નિવડે છે.
શ્રી પર્યુષણ પર્વ જેવું કઈ પર્વ નથી તેનું કારણ
આ રીતિએ મોક્ષમાર્ગની ઉપાસના કરવામાં જે રક્ત બનેલા આત્માઓને માટે તથા એકાન્ત મોક્ષમાર્ગની જ ઉપાસના કરનારા બનવાની અભિલાષાને સે તા આત્માઓને માટે, અનન્ત ઉપકારી અન