________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
દુઃખના દંષી અને સુખના અર્થી એવા જગતના જીવોને, એ તારકોએ એક માત્ર મોક્ષમાર્ગની સાધના કરવાને જ ઉપદેશ આપે છે, દુઃખને સર્વથા અભાવ અને તે સાથે સુખની પરિપુર્ણતા એ વિના મેક્ષ સંભવી શકે એવી વસ્તુ જ નથી. જગતમાં કોઈ જીવ એ નથી કે જેને દુઃખ ખરેખર ગમતું હોય, અને સુખની અભિલાષા પણ જેને નથી. અભિલાષા હોય અને સુખની અભિલાષા ન હોય, એ પણ શક્ય જ નથી. જગતના છ દુઃખથી રીબાય છે. અને સુખ માટે તરફડીયા માર્યા કરે છે. આ રીબામણીની અને તરફડીયા મારવાની દુઃખમય હાલતને અન્ત આવે એ મેક્ષ વિના અસંભવિત હેવાના કારણે જ, એ પરમ આત્માઓએ મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. એ તારકોએ જગતના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે, તે વર્ણન પણ એ માટે જ કર્યું છે કે, જે કઈ જગતના સ્વરૂપને સાચે જ્ઞાતા બને. તેને પિતાના મોક્ષને સાધવાની ઈચ્છા થયા વિના પણ રહે નહિ અને જગતના સઘળાય છે મોક્ષને જ પામ-એવી ઈચ્છા થયા વિના પણ રહે નહિ. જેના હૈયામાં આ પ્રકારની ઈચ્છા જન્મતી નથી, તે ગમે તેટલું ભણેલો હોય, તે પણ તે વસ્તુતઃ અજ્ઞાન છે. તે તત્ત્વજ્ઞાની પણ સાચે તત્વજ્ઞાની નથી જ, કે જેના હૈયામાં પિતાના મોક્ષની ઈચ્છા નથી તેમજ સર્વ છે મોક્ષને પામે–એવી ઈચ્છા નથી ભણતર એ જાદી ચીજ છે અને જ્ઞાનનું હૈયામાં પરિણમન એ જાદી ચીજ છે. જ્ઞાનનું હૈયામાં પરિણમન થવું જોઈએ અને તે પણ સમ્યક્ પ્રકારે પરિણમન થવું જોઈએ, આજે તત્ત્વના જ્ઞાતાઓ ઘણા ઓછા છે, પરંતુ તત્ત્વના જ્ઞાતાઓમાં પણ એવા આત્માઓ બહુજ થડા છે, કે જેઓના હૈયામાં તત્ત્વભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યફ પ્રકારે પરિણમ્યું હોય, વ, અજીવ આદિ તના સ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન, હૈયામાં જ્યારે સમ્યફ પ્રકારે પરિણમનને પામે છે, ત્યારે તે જ્ઞાન જ્ઞાનની કોટિમાં ગણાય છે. એ વિના તે, તના સ્વરૂપનું જ્ઞાન પણ અજ્ઞાન અગર તે