________________
સાતમે
વ્યાખ્યાને
નશાના પરમ પુરુષોએ અનેક પર્વોને પણ ઉપદેશ્યા છે. એ પર્વના દિવસોમાં મુમુક્ષુ આત્માઓએ વિશેષ ઉલ્લાસથી વિશિષ્ટ પ્રકારે મોક્ષ માર્ગની આરાધના કરવાની હોય છે. વર્ષમાં આવતા અનેક પર્વોમાંનું એક શ્રી પર્યુષણ પર્વ છે, પરંતુ આ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. શ્રી. પર્યુષણ પર્વને અંગે ઉપકારી મહાપુરુષે ફરમાવે છે કે;–
પર્વાણિ બનિ સતિ, પ્રોક્લાનિ શ્રીજિનાગમે; પર્યુષણસમ નાન્યત, કર્મણાં મર્મભેદકૃત ૧ |
એટલે કે–શ્રી જિનાગમમાં પર્વો ઘણું કહેલા છે. પરંતુ તે પવમાં જે શ્રી પર્યુષણ પર્વ છે, તેના જેવું કર્મોના ભેદ કરનારૂં અન્ય કોઈ પર્વ નથી. આ ઉપરથી એ વાત પણ સમજી શકાય તેમ છે કે, શ્રી જન શાસનમાં જે પર્વોનું આરાધન કરવાનું ઉપદેશાયું છે તેની પાછળ ક હેતુ રહે છે, તેમજ શ્રી જિનાગમમાં ઘણું પર્વોમાં પણ શ્રી પર્યુષણ પર્વને સર્વ પર્વોમાં શિરોમણીભાવને ભજનારું કહેવાયું છે, તે કયા હેતુથી કહેવાયું છે, એ વાત પણ આ ઉપરથી ઘણું જ સુન્દર રીતિએ સ્પષ્ટ થઈ જવા પામે છે. મુમુક્ષ આત્માઓ પર્વોનું આરાધન કરવા દ્વારા, પિતાના આત્માને વળગેલા કર્મસમૂહને વિદારી શકે, એ માટે જ શ્રી જૈન શાસનમાં પર્વોનું વિધાન કરવામાં આવ્યું છે. અને મુમુક્ષુ આત્માઓને પિતાને વળગેલા કર્મ સમૂહને વિદારવાને જે આશય, તે આશય સુંદરમાં સુંદર રીતિએ બર આવી શકે એવું સામર્થ્ય શ્રી પર્યુષણ પર્વની યથાસ્થિત આરાધનામાં રહેલું છે, માટે જ શ્રી પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. આથી એ જ ફલિત થાય છે કે-જે આત્માઓ પિતાને વળગેલા કર્મ સમૂહને વિદારવાને ઈચ્છતા હોય તે આત્માઓએ હંમેશને માટે શુદ્ધ મોક્ષ માર્ગની આરાધના કદાચ ન થઈ શકે તે પણ, અને શ્રી જિનામે ફરમાવેલા સકલ પર્વોમાંથી અમુક પર્વોની કે એ પર્વો પૈકીના બીજા એક પણ પર્વની આરાધના કરવા દ્વારા મોક્ષમાર્ગની આરાધના કદાચ ન થઈ શકે તે પણ