________________
૮૮
પર્યુષપર્વનાં
લેખાંકઃ
ઓનું જ્યાં સુધી એ ચારિત્રમેહનીય કર્મ જોરદાર હોય છે ત્યાં સુધી મુમુક્ષુ અને શ્રદ્ધાળુ એવા પણ આત્માઓ, પિતાની ત્યજવા યોગ્યને વિજવાની અને ગ્રહણ કરવાની એટલે કે પાપના હેતુઓને ત્યજી વાની અને ધર્મના હેતુઓને જ સેવવાની અભિલાષાને અમલી બનાવી શકતા નથી. મોક્ષની ઈચ્છા છે અને મોક્ષને માટે જે ઉપાય સેવવા લાયક છે તેની શ્રદ્ધા પણ છે, પરંતુ ચારિત્રમોહનીય કર્મ એ શ્રદ્ધાને અમલી બનાવામાં અન્તરાય કરે છે. આ ચારિત્રમોહનીય કર્મ પણ સાચા સાધુજનની નિરન્તર હૈયાના બહુમાનપૂર્વક સેવા કરવાના યોગે, ક્ષયપશાદિને પામી શકે છે અને એથી જીવને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. આથી જ સાચા સાધુજને દ્વારા દેવાતા ઉપદેશને શુભ કહેવામાં આવે છે. જે ઉપદેશ એક્ષનું કારણ બને અને જ્યાં સુધી મોક્ષ ન મળે, ત્યાં સુધી આત્માના અભ્યદયનું કારણ બને, તેને ઉપદેશ એ વસ્તુતઃ શુભ ઉપદેશ છે. ' ધર્મચારી આત્માનું દર્શન
નિરન્તર શુભ ઉપદેશની પ્રાપ્તિ એ જેમ સાધુસેવાનું ફલ છે, તેમ ધર્મચારી આત્માઓનું દર્શન-એ પણ સાધુસેવાનું તાત્કાલિક ફલ છે. જે આત્માઓ હિંસાદિ પાપના હેતુઓને સદાને માટે સર્વ પ્રકારે ત્યજી ચૂકયા હોય અને અહિંસાદિ ધર્મના હેતુઓને સેવવામાં જ મન, વચન અને કાયા એ ત્રણેય યોગોને ઉપચાર કરતા હોય એવા જે આત્માઓ એ જ વસ્તુતઃ ધર્મચારી આત્માઓ છે. સાચા સાધુજને સિવાય કોઈ જ આ ધર્મચારી હેઈ શકે નહિ. ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થ પણ એટલો ધર્મચારી હોઈ શકતું નથી, એ પાપચારી તે હેય છે જ. એવા પાપચારી ગૃહસ્થો પણ જ્યારે સાધુજનોની પાસે આવ્યા હોય, ત્યારે તે સામાન્યતઃ ધર્મચારી જ હોય. એટલે જે પુણ્યાત્માઓ સાધુસેવામાં રક્ત બન્યા હોય, તે પુણ્યાત્માઓને અશુભ દર્શન થતું નથી અને ધર્મચારી આત્માઓનું શુભ દર્શન થયા જ કરે છે. તમે કહેશો કે ધર્મચારી આત્માઓના દર્શનથી