________________
૮૬ પર્યુષણ પર્વનાં
લેખાંકઃ સાધુતા પ્રત્યે હૈયાનું બહુમાન હોય તે સાધુજનો પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટે છે.
સાધુજને શાનું પ્રતિપાદન કરે? - સાધુસેવાના પારંપરિક ફલો તો ઘણા છે, યાવત મોક્ષ એ પણ સાધુસેવાનું પારંપરિક ફલ છે, પરંતુ હાલ આપણે સાધુસેવાથી તત્કાળ "મળનારાં ફલોને જોઈએ, સાધુ સેવાથી સૌથી પહેલું તાત્કાલિક ફળ તે
એ મળે છે કે-નિરન્તર શુભ એવા ઉપદેશના શ્રવણને યોગ થાય છે, સાચા સાધુજનો ઉપદેશ આપવામાં કોના વચનોનું પ્રતિપાદન કરે ? શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા જે પરમ આત્માઓએ કહેલા ઉત્તમ વચનો તે જ વચનોનું પ્રતિપાદન સાચા સાધુજન કરે. મુમુક્ષુ બનેલા આત્માઓ બહુ ભણેલા ન હોય તે પણ જે બુદ્ધિશાળી હોય છે, તે તેઓ સમજી શકે છે કે “જે આત્માઓનું ચિત્ત રાગ અને દૃષથી હણાએલું હોય અથવા તે જે આત્માઓ પરિપૂર્ણ જ્ઞાનને ધરનારા ન હોય, તેવા આત્માઓ કેવળ સ્વતંત્રપણે નિજ બુદ્ધિથી કહેલા વચન ઉપર, સાચા ખોટાની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ મૂકી શકાય નહી, કારણ કે રાગ દ્વેષ અને જ્ઞાનની ઓછપને અંગે ભૂલ થવાનો સંભવ છે” આવું ભણેલા એવા પણ બુદ્ધિશાળી મુમુક્ષુ આત્માઓ સમજી શકે, તે સાધુજનો આ વાતને સમજી શકે નહી, એ બને જ શી રીતિએ ? સાચા સાધુજનો તે સમજે કે કહેવા લાયક, સાંભળવા લાયક, સમજવા લાયક, જીવનમાં આચરવા લાયક અને સદા રટણ કરવા લાયક જે કોઈના પણ વચન હોઈ શકે, તે તે શ્રી વિતરાગ અને સત્તા બનેલા પરમ આત્માઓએ કહેલા ઉત્તમ વચનો જ હોઈ શકે. આવું સમજનારા સાધુજનો જ્યારે જ્યારે ઉપદેશ આપે ત્યારે ત્યારે પ્રતિપાદન તે શ્રી વીતરાગ અને સર્વિસ બનેલા પરમ આત્માઓએ કહેલ ઉત્તમ વચનોનું જ કરે. સાધુસેવાના યોગે જીવને નિરન્તર આ જ ઉપદેશ સાંભળવાને માટે મળે. એટલે સમય આપણે સાચા સાધુજનોની સેવામાં રહીએ, તેટલો સમય