________________
છઠો વ્યાખ્યાને
૮ યામાં બહુમાન પેદા કરે જોઈએ, સાધુતા પ્રત્યે હૈયાનું બહુમાન હોય અને એથી જ જે સાધુજન પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટે, તે સાધુજને પાસેથી અથવા તે સાધુજનની સેવાથી કાંઈ પણ મેળવવાનું મન થાય, તે શું મેળવવાનું મન થાય ? એક માત્ર સાધુતાને જ મેળવવાનું મન થાય ને ? સાધુતાને પામવામાં ને સાધુતાને સેવવામાં અન્તરાય કરે એવી કોઈપણ વસ્તુ સાધુજનો પાસેથી અગર તે સાધુજનેની સેવાના ફલરૂપે મેળવવાની ઇચ્છા થાય જ નહિ. અંતઃકરણ આવી રીતિએ કેળવાય તે સાધુતાની ઈચ્છા સિવાયની ઈચ્છાઓ વગર પ્રયત્ન પણ માંદી પડે અને મરે પણ ખરી એ સ્વાભાવિક છે. સાધુજને પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટાવનાર વસ્તુ જે બીજી કોઈ પણ ન હોય અને માત્ર સાધુતા એ જ જે સાધુજને પ્રત્યે હૈયાનું બહુમાન પ્રગટાવનાર વસ્તુ હોય તે જે કોઈ સાધુવેષને ધરનારા હોય તે બધાને જ સાધુજન માની લેવાની ભૂલ થવા પામે નહિ. સાચે સાધુજન તે કે જેનામાં સાધુતા હેય એ વિચાર સ્વાભાવિક રીતિએ જ આવે, સાધુવેશમાં રહેલ સાધુતાને પામેલ છે કે નહિ, અને એનું વલણ સાધુતા તરફ છે કે નહિ એ જોવાનું મન થાય. મુમુક્ષુ આત્માઓએ જેમ સુગુરુઓને સેવવાની આવશ્યકતા છે તેમ કુગુરુઓને ત્યાગ કરવાની પણ આવશ્યકતા છે. આ તે સંસાર છે. નાટક વિગેરેમાં જેમ રખડતે માણસ રાજા અને વેશ્યા સતીને પાઠ ભજવે છે. તેમ સાધુવેશમાં મુસાધુઓ પણ હાયઃ એવા કસાધુઓનો તિ કલ્યાણના અથી આત્માઓએ ત્યાગ જ કરવું જોઈએ, સુસાધુઓને શોધી શોધીને સદાને માટે સેવનારા બનવું જોઈએ તેમ કુસાધુઓનો સંસર્ગ થવા પામે નહિ તેની કાળજી રાખવી જોઈએ, અને સાધુસંસર્ગ થઈ ગયું હોય તે તેને તત્કાલ ત્યાગ કરી દેવામાં અચકાવવું નહિ જોઈએ, એટલે સાધુજનની સેવા દ્વારા જે પુણ્યાત્માઓ પિતાના સાચા કલ્યાણને સાધવાને ઈચ્છતા હોય, તેઓએ તે પહેલાં સાધુતા પ્રત્યે જ હૈયાના બહુમાનવાળા બનવું જોઈએ અને