________________
છઠે
. .. વ્યાખ્યાનો .
વિના રહે જ નહિ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને ધન–ધાન્યાદિ પરિગ્રહ; તથા જીવ, અજીવ આદિ પદાર્થો જેવા સ્વરૂપવાળા છે, તેવા જ. સ્વરૂપવાળા તે જીવ, અજીવ આદિ પદાર્થોને નહિ માનવા તે, તેમ જ ક્રોધ, માન, માયા અને લોભ-આ બધા પાપના હેતુઓ છે એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, કે તત્ત્વભૂત છવાવાદિ પદાર્થોને તેના સાચા સ્વરૂપે માનવા તે અને ક્ષમા, મૃદુતા, સલતા અને તૃષ્ણારહિતપણું-એ બધા ધર્મના હેતુઓ છે. મોક્ષના અભિલાષી આત્માઓએ, પાપના હેતુઓનો ત્યાગ કરવાપૂર્વક ધર્મના હેતુઓને નિરંતર વિધિપૂર્વક સેવવા જોઈએ. પાપના હેતુઓનો સવથા ત્યાગ. કરી શકાય અને ધર્મને હેતુઓને સતત સમ્યફ પ્રકારે સેવી શકાય, એ માટે મુમુક્ષુ આત્માઓએ ત્રણ સાધનને યોગ સાધે એ જરૂરી છે. એ ત્રણ સાધને તે જ આ સાધુસેવા આદિ ત્રણ ગુણ છે. આપણું લક્ષ્ય પાપના હેતુઓના ત્યાગનું અને ધર્મના હેતુઓના સેવનનું છે, પરંતુ એ લક્ષ્યને સફલ કરવાને માટે સાધુસેવા આદિ આ ત્રણ ગુણોથી સંપન્ન બનાવવાની પરમ આવશ્યકતા છે. જે આત્માઓ આ ત્રણ ગુણોને પામતા નથી, તે આત્માઓને મોક્ષ રૂએ પણ હોય અને તે આત્માઓને મોક્ષના માર્ગનું જ્ઞાન પણ હોય, તે પણ તેઓ મુક્તિમાર્ગના સાચા સાધક બની શક્તા નથી અને એથી તેઓ મોક્ષને પામી શકતા નથી. આ ત્રણ ગુણ તે એવા છે કે મોક્ષની રૂચિને નિર્મળ અને પ્રબલ બનાવે છે, પાપના હેતુઓ કયા છે તથા ધર્મને હેતુઓ ક્યા છે તેનું ભાન કરાવે છે. પાપના હેતુઓને તજવાને માટે તથા ધર્મના હેતુઓને સેવવાને માટે આત્માને ઉત્સાહિત બનાવે છે, પાપના હેતુઓના ત્યાગમાં તથા ધર્મના હેતુઓના: સેવનમાં આવતી વિનપરંપરાઓને વટાવી જવાની બુદ્ધિ તથા શક્તિ આપે છે અને અન્ને આત્માને અનેક આત્માઓને તારક બનાવીને મોક્ષને મેળવનાર બનાવે છે. આથી મુમુક્ષુ આત્માઓએ તે અવશ્ય આ ત્રણ ગુણને પામવાને માટે પ્રયત્નશીલ બનવું