________________
પહાપર્વમાં
.
લેખક
સર્વજ્ઞ બની શકતાં જ થિી. સર્વ પદાર્થોને સર્વ પ્રકારે થથાસ્થિતપણે જાણવામાં રાગ અને દ્વેષ અન્તરાય કરે છે. રોગ અને દ્વેપવાળા આત્મા ઓ પણ ઘણી ઘણું યેગ્યતાઓને મેળવીને, સર્વત્તની વાણીના પ્રતાપે સર્વ પદાર્થને સર્વ પ્રકારે યથાસ્થિતપણે જાણું શકે છે. પરંતુ સર્વપણની પ્રાપ્તિ તે રાગ અને દ્વેષને સર્વથા ક્ષય થયા પછીથી જ થાય. દેવે તે રાગની અનુગામી વસ્તુ છે. રાગના અસ્તિત્વમાં જ, રાગના અસ્તિત્વ યોગે દ્વેષ સંભવે છે. અમુકને રાગ, એના પ્રતિપક્ષી પ્રત્યેની શ્રેષનું કારણ બને છે, એટલે જેને રાગ નાશ પામે છે તેને દ્વેષ તે આપોઆપ નાશ પામી જ જાય છે, એટલે જેણે સર્વજ્ઞ બનવું હોય તેણે વીતરાગદશાને પ્રાપ્ત કરવી પડે છે. આપણે માટે શરણ યોગ્ય સર્વજ્ઞ જ છે. એટલે આપણે વિતરાગને તે શરણ થગ્ય માની જ લીધે કહેવાય, રાગી અને દ્વેષીથી જેમ ભૂલ થઈ જવાને સંભવે છે. તેમ અજ્ઞાનથી પણ ભૂલ થઈ જવાનો સંભવ છે. આથી આપણે તે વીતરાગ અને સર્વજ્ઞના શરણને સ્વીકારવું એજ હિતાવહ છે. સામાન્ય રીતીએ એમ કહેવાય કે માણસે મેક્ષને માટે પરમાત્માનું શરણ સ્વીકારવું જોઈએ. પરંતુ પરમ આત્મા કે હેય તે પણ આપણે જાણવું જોઇએ, પરમ આત્મામાં રાગ શ્રેષને અંશ પણ સંભવે નહિ અને અજ્ઞાનને અંશ પણ સંભવે. નહિ. આપણે જેને પરમાત્મા તરીકે સ્વીકારીએ તેમનામાં વીતરાગતા અને સર્વજ્ઞની અપેક્ષા જરૂર રાખીએ.
આપણે મેક્ષ આપણેજ સાધવાનો છે આજે આ ક્ષેત્રમાં શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ આત્માઓને સંયોગ મળી શકે તેમ નથી, ક્ષેત્રાન્તરમાં શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા આત્માઓ હાલ સદેહે વિહરમાન છે, પરંતુ આ ક્ષેત્રમાં આ કાળમાં એવા આત્માઓનો વેગ મળી શકે એ શક્ય નથી, આમ છતાંય શ્રી વીતરાગ અને સર્વ એવા પરમ આત્માઓની વાણુને સંગ્રહ તે આજે પણ આ દેશમાં ઉપલબ્ધ છે. આ