________________
-૪૮.
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
ક
છીએ. શરીર જડ છે અને આત્મા ચેતન છે, તે છતાં પણ જડનો અને ચેતનને આ એકમેક જે યોગ હોઈ શકે છે એ વાત આપણે આપણા અનુભવથી જાણી શકીએ છીએ. લોઢાને જે ખૂબ ખૂબ તપાવવામાં આવે, તે એ લેઢાના સમગ્ર ભાગમાં આગ્ર વ્યાપી જાય છે છતાં પણ લેઢાથી ભિન્ન એવા એ અગ્નિને કઈ લોઢાથી ભિન્ન તરીકે બતાવવાને સમર્થ બની શકતું નથી. દૂધમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એ પાણીવાળા દૂધમાંના નાનામાં નાના બિન્દુમાં પણ દૂધ અને પાણી બન્ને સાથે જ આવે છે. આ રીતિએ એકમેકતા આવી જાય છે. તે પણ લોઢું અને અગ્નિ તથા દૂધ અને પાણી ભિન્ન ભિન્ન છે એ વાતને તમારાથી ઇનકાર કરી શકાશે નહિ.
એ બન્ને એકમેક જેવા બની જવા છતાં પણ પરસ્પરના યોગથી રહિત બની શકે છે એ વાતને પણ તમારાથી ઇનકાર કરી શકાશે નહિ. એવીજ રીતિએ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત એ આત્મા શરીરથી ભિન્ન છે અને શરીરના યોગથી રહિત બની શકે છે તે વાતને પણ ઇન્કાર કરી શકાશે નહિ. આત્માને અને જડનો એકમેક જે યોગ એ જેમ સંભવિત છે, તેમ આત્મા અને જડ એ બન્નેય પરસ્પરના વેગથી સર્વથા મુક્ત બની જાય એ પણ સુસંભવિત છે. આપણે પણ જડના વેગથી સર્વથા મુક્ત બની જઈએ એ માટે જ પ્રયત્ન કરવાનું છે, અને એજ સાચે હિતસાધક પ્રયત્ન છે. આત્માને કર્મરૂપ જડને યોગ છે અને માટે જ પૂલ શરીરોને ભેગા થયા કરે છે, એટલે મૃત્યુ માત્રથી કાંઈ-આત્માને ને જડને જે યોગ છે, તેને અા . આવી શકે તેમ નથી. ત્યારે એ માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ.
“સંદેશ” શ્રાવણ વદ ૧૪ શુક્રવાર સં, ૨૦૦૭