________________
પાંચમ
વ્યાખ્યાનો
નારા દુઃખની પરવા કર્યા વિના તમે જીવનભર એ સાધનની પૂકે જ લાગી રહ્યા, પણ અંતે તમારે એ સાધનને છોડવાજ પડશે. તમારે એ સાધનને છોડીને બીજા જન્મમાં ચાલ્યા જવું પડશે, તમે મેળવેલા ને સંઘરેલા સાધનેમાંથી એક પણ સાધન સાથે નહિ આવે, આવું આપણા અનન્તકાલીન જીવનમાં કેટલીકવાર બન્યું હશે ? કદાચ અનન્ત વાર ! સુખના સાધનેને માટે ન જોઈએ રાત્રિ કે ન જોઈએ દિવસ, ન જોઈએ પુણ્યને કે ન જોઈએ પાપને, ન જોઈએ સગપણને કે ન જોઈએ સંબંધને; ન જોઈએ ભુખને કે ન જોઈએ તરસને, આવી અનેકવિધ યાતનાઓ વેઠી વેઠીને પણ જે સાધનને મેળવીએ સાધનેને પણ મૂકીને જવું પડે, નવા જન્મમાં પાછી નવેસરથી મહેનત કરવાની રહે. આવી દશા તરફ અણગમો પેદા ન થાય? વિચાર કરનારને જરૂર લાગી આવે એવી આ વાત છે, પણ આજે તે આત્માને માનવાની વાત કરનારાઓ પણ મોટે ભાગે આત્માને નહિ. માનનારાઓની જેમ વતી રહ્યાં છે, હું ક્યાંથી આવ્યો છું. અહીંથી પાછું મારે ક્યાં જવાનું છે અને અહીં જે કાંઈ મેં બહારની સુખસામગ્રી ભેગી કરી છે તેમાંની એક પણ વસ્તુ ભવાન્તરમાં મારી સાથે આવવાની નથી, આટલે વિચાર આવે, તે આજે બાહ્ય સુખમગ્રીને માટે લેકે જે ગાંડાતુર બની ગયા, તે કાંઈક ડહાપણુમાં આવે, પછી તે એ વિચાર પણ આવે કે અહીં મે મારા પરલોકના હિતને અનુલક્ષીને કર્યું શું? પણ આજે તે અજ્ઞાનથી કારમી વિચારજડતા આવી જવા પામી છે.
પુણ્ય પણ આખરે તો કમ જ છે. - પરલેકના હિતને વિચાર આવે એટલે માણસ કરે શું? પહેલે તે જેમ બને તેમ પાપને નહિ સેવવાને અને પુણ્યને આચરવાને વિચાર કરે, પરંતુ એવો વિચાર પણ બુદ્ધિની સ્થૂલતાને સૂચક છે. સુક્ષ્મ બુદ્ધિવાળો તે આગળ વિચાર કરે. એ એ વિચાર કરે કે આપણે પુણ્ય ઉપા, પણ પછી શું ? જે કેવળ દુન્યવી