________________
૪.
પ ષણુપ નાં
લેખાંક
ભવ્ય જીવો તરીકે ઓળખવામાં આવે છે અને જે જીવોમાં
મેાક્ષના અભિલાષ જાગવાની લાયકાત હોતી નથી તે જીવોને શ્રી જૈન શાસનની પરિભાષામા અભવ્ય જીવો તરીકે ઓળખવામાં આવે છે. મુકિતને તે જ જીવા પામી શકે છે કે જે વો ભવ્ય હાય છે. આવી વાતને વાંચીને અગર તેા સાંભળીને જે જીવોને એવા વિચાર માત્ર પણ આવે કે હું ભવ્ય હાઈશ કે અભવ્ય હાઇશ તે જીવા નિયમા ભવ્ય છે, કારણક એને ઊઁડે ઊડે પણ જો મેક્ષ રૂચે તે જ એવા વિચાર એના અંતરમાં ઉદ્દભવે અભવ્ય જીવાતે તે કદી પણ એવા વિચાર ઉદ્દભવે જ નહીં. કારણ કે જીવ મેાક્ષને પામી શકે છે તે વાતને જ માનવા જોગુ` લાયક અન્તઃકરણ તે જીવાને હાતુ નથી. મેક્ષ રૂચે છે પણ એક બહુ મોટા ગુણ છે. દુનિયામાં કાઇ વસ્તુ એવી છે ખરી. કે જેને માટે તમે ખાત્રીપૂર્વક એમ કહી શકે કે–‘જેને એ વસ્તુની ઈચ્છા થાય, તેને એ વસ્તુ મળ્યા વિના રહેજ નહી ? ' દુનિયાની તુચ્છમાં તુચ્છ વસ્તુ વિષે પણ તમે એવું નહી કહી શકા. જ્યારે મેક્ષ એ કિંમતીમાં કિંમતી વસ્તુ હોવા છતાં પણું એને માટે મહાજ્ઞાની મહાપુરુષા ફરમાવે છે કે જે જીવામાં માત્ર એટલા વિચાર આવવા જોગી પણ મેક્ષની રુચિ પ્રગટે કે ‘હું ભવ્ય હોઇશ કે અભવ્ય હાઇશ ? તે જીવા નિયમા થાડા કાળમાં મુક્તિને પામવાના ! શ્રી જૈન શાસનમાં કાળના પરિમાણુના સુચનમાં ‘પુટ્ટુગલ પરાવર્ત્ત” એવું પણ કાળના પ્રમાણનું સૂચન આવે છે. એ એક પુદ્ગલપરાવત કાળની અંદરનાં સમયમાં જ મેાક્ષની રુચિવાળા જીવ મેક્ષને પામી શકે છે. સસારથી ચલચિત્ત બન્યા વિના મેાક્ષની રુચિ પ્રગટી શકતી નથી, અને મેાક્ષની રુચિ પ્રગટયા બાદ જીવ એટલે અપ કાળમાં અવશ્ય મુકિતને પામી શકેછે. તમે સૌ મુકિતની અભિ લાપાવાળા અને એ જે એક શુભેચ્છા !