________________
પાંચ
કર વ્યાખ્યાબે.
૨e
સાધને માન્યા છે. તે સાધનોને સુખને સાધના માન્યાજ ન હોત આજે તમે બહારના સાધનો દ્વારા જ સુખની કલ્પના કરી છે. પણ એમા મૂળમાંથી જ તમે એ ભૂલ કરી છે કે તમે તમારા સુખને પરાવલંબી બનાવી દીધું. પરાવલંબી સુખ તે પરની અનુકુળતા પહેલી માગે. સુખ ભોગવવું તમારે અને તમારૂં ખ અવલંબે પરમે. આ દશામાં તમે કદી પણ સર્વથા દુઃખરહિત સુખના અને કદી પણ નષ્ટ ન થાય એવા સુખના ભોકતા બની શકે ખરા? તમે ભોગમાં ને ધનમાં સુખ માન્યું છે. પણ ભોગસુખ તે પ્રિયના સંયોગથી અને યિૌવનના યોગથી જ ભોગવી શકાય ને ? પ્રિયને સંગ કે છે ? બીજાના સારા પ્રિય સંયોગને જેવાના યોગે ઈર્ષ્યા ઉત્પન્ન કરે એ મારે પ્રિય સંયોગ જશે એશી ભીતિથી શોક ઉત્પન્ન કરે એ. ભોગની કીડા પણ માણસ આવેશને આધીન બનીને કરી શકે છે. બાકી તે એ તિરસ્કાર ઉપજાવે એવું કુત્સિત આચરણ છે. પ્રિયને સંગ પણ અન્તવાળા જ હોય છે. સંયોગની સાથે વિયોગ જોડાએલો જ હોય છે. એક તરફ દુઃખને અણગમે છે અને બીજી તરફ સુખનું સાધન જ એવું શેઘવું કે દુઃખને પેદા કર્યા વિના રહેજ નહિ, એમાં ક્યી બુદ્ધિમત્તા છે? ભોગસુખ દુઃખ વગર ભોગવાતું નથી અને દુઃખને પદ્ય ર્યા વિના પણ રહેતું નથી. ત્યારે ધનના શેરમાં કેટલું દુઃખ છે, એ તમને સમજાવવું પડે તેમ છે કે ધનને મેળવવાને માટે માણસને કેટકેટલા કષ્ટ વેઠવા પડે છે? ધન આવ્યા પછી ધન લુંટાઈ જાય નહિ. ચાલ્યું જાય નહીં એ માટે કેટકેટલી ચિન્તાઓ થાય છે અને એ ધનનો ચિગ સદા તે બન્યો રહેતો નથી. એટલે વિયોગનું દુઃખ તો ઉભું જ છે. આવી વસ્તુઓને તમે સુખના સાધને માને, એમાં ડાહપણ જેવું શું છે? તમે કહેશે કે પણ બીજું કાંઈ સુખનું સાધન દેખાતું નથી એટલે આને અમે ન વળગીએ તે કરીએ શું! એ એક જુદી વાત છે, પણ તમે પહેલાં એ વાતમાં તે સંમત થાઓ છે ને કે જેવું સુખ તમારે જોઈએ છે તેવું એકાન્તિક એને આત્યન્તિક સુખ તે