________________
લેખાંક પાંચમે સાચા સુખ માટે શ્રી વીતરાગ
સર્વજ્ઞનું શરણુ શોધો ઇચ્છાઓને કેઈ માપ નથી અને ઈચ્છાઓની
કેઈ એક સરખી સ્થિતિ નથી આજે તમને એ વિચારમાં મુકવાની ભાવના છે કે–તમે શું ઇચ્છે છે. જે ઇચ્છે છે તે બરાબર છે કે નહિ અને જે ઈચ્છવા લાયક ન હોય. તે શું ઈચ્છવા લાયક છે ? તમે વિચાર કરે કે તમારી. ઈચ્છાઓ કેટલી છે? કઈયણ માણસ પિતાની ઈચ્છાઓને ગણાવી શકે તેમ છે ? નહિ જ, કારણ કે ઈરછાઓને કેઈ માપ જ નથી. જેમ ઈચ્છાઓને કોઈ માપ નથી, તેમ ઇચ્છાઓની કેઇ એકધારી સ્થિતિ પણું નથી. સમય સ્થાન ને સંગ આદિ બદલાતાં, છાઓમાં પણ. પલટે આવે છે. બાળપણમાં ધૂળના ઘર બનાવવાની ઇચ્છા થયેલી આજે એવી ઈચ્છા થાય ખરી ? આજે આપણેને એવી ઈચ્છામાં મુખે લાગે, પણ તે સમયે એમા તે આનંદ અનુભવ થતો હતો. આમ આપણે જીવનમાં કેટકેટલીય ઇચ્છાઓની અથડામણ અનુભવી છે. તમને