________________
ત્રીજો
વ્યાખ્યાન
४७
-
ભાગમાં જરા મારી જુઓ, તે તમને સર્વત્ર વેદનાને અનુભવ થશે અને એથી તમે સમજી શકશે કે આપણે શરીરના સર્વ ભાગમાં છીએ આમ સમગ્ર લેકના સમગ્ર આકાશમાં પણ વ્યાપક બની શકે છે, અને જે શરીર ચર્મચક્ષુથી જેવાઈ શકે નહિ જ તેવું સૂક્ષ્મ હેય તેમાં પણ વ્યાપ્ત બનીને આત્મા રહી શકે છે. આ વાતને ખ્યાલ આવી શકે એ માટે કીડીનું ને કુંજરનું દ્રષ્ટાંત પણ અપાય છે. કીડીનું શરીર કેવું ? ઘણું નાનું, છતાં પણ તેમાં આત્માને વાસ હોય છે; અને કુંજર એટલે હાથીનું શરીર કેવું ? કીડી કરતાં ઘણું જ મેટું, છતાં પણ સર્વત્ર આત્માને વાસ હોય છે. કીડી કરતાં ઘણા પ્રમાણમાં નાના અને કુંજર કરતાં ઘણું પ્રમાણમાં મોટા શરીરે પણું હેઈ શકે છે. પરંતુ જે આત્મા અતિ નાના શરીર માં જેમ સર્વત્ર વ્યાપક રહી શકે છે તે જ આત્મા અતિ મોટા શરીરમાં પણ સર્વત્ર વ્યાપક રહી શકે છે. આત્મા એ એવું દ્રવ્ય છે કે તે અતિશય સંકુચિતપણે પણ રહી શકે છે એ વખતે આત્માનું પિતાનું જે પ્રમાણ છે, તે પ્રમાણમાં કશીજ ન્યુનાધિકતા નથી થતી, મૂળભૂત જે પ્રમાણે તેમાં ન્યૂનાધિકતા થવી એ અસંબવિત વસ્તુ છે. તમને જિજ્ઞાસા થશે કે આત્માનું પ્રમાણ કેટલું? આત્મા અસંખ્યપ્રદેશ છે, આત્મા અસંખ્યપ્રદેશી હોવા છતાં પણ આત્મા એ એવું કોઈ દ્રવ્ય છે જ નહિ, કે જેને ચર્મચક્ષથી જોઈ શકાય એને સ્વતન્ત્રપણે રૂપ રંગ આદિ કાંઈ હતું જ નથી. જ્ઞાનથી જ જાણી શકાય એવું એ દ્રવ્ય છે, અને જ્ઞાનગુણ પોતે જ એના અસ્તિત્વને જણાવનાર છે. જેમ આપણે જ્ઞાન છે કે નહિ તેને જાણી શકીએ છીએ ખરા પણ જ્ઞાનને જોઈ શકતા નથી, તેમ આપણે આત્માને જાણી શકીએ છીએ ખરા, પણ આત્માને જોઈ શક્તા નથી. આત્મા એવા આપણે આજે શરીરમાં રહેલા છીએ. શરીરમાં કેવી રીતિએ રહેલા છીએ. શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલા