________________
ત્રીજે .
વ્યાખ્યાને
૪૩
બનાવવા માટેનો જ કરવું જોઈએ. અધ્યાત્મ તરફ લક્ષ દરવાયા પછી, અધ્યાત્મ પ્રત્યે હૈયામાં અભિરુચિ પ્રગટયા પછી, અધ્યાત્મજીવી બનવાના પ્રયત્નમાં લાગ્યા પછી પણ આપણને જે આપણા આત્માના સાચા સ્વરૂપનો ખ્યાલ ન હોય, આત્માના સાચા સ્વરૂપને ખ્યાલ નહિ હોવાથી આત્માનું સાચું હિત કર્યું તથા આત્માનું સાચું અહિત કયું તેને સાચો ખ્યાલ ન હોય અને એથી આપણે કર્યો વિચાર, આપણું કયી વાત અને આપણું કર્યું વર્તન અહિતસાધક છે તેને પણ જે સાચો ખ્યાલ ન હોય તે આપણે આપણાં અધ્યાત્મના યોગે જે સુન્દર ફલને પ્રાપ્ત કરવું જોઈએ તે સુન્દર ફલને આપણે પ્રાપ્ત કરી શકીએ નહિ. આથી આપણે સાચા અધ્યાત્મજીવી બનવાને માટે અને એના પરમ ફલને પામવાને માટે આત્માના સ્વરૂપને જાણી લેવું જોઈએ કે જેથી આત્માનું વાસ્તવિક હિત કર્યું છે તેને આપણે સમજી શકીએ. તેમજ આપણે તે હિતને સાધવાના ઉપાયોને પણ જાણી લેવા જોઈએ. . જે સ્પર્શાદિ કરે છે ને તે દ્વારા જાણે
છે તે આત્મા છે. શરીર એ આત્મા નથી. કોઈ પણ શરીર, સ્વતંત્રપણે તે જડ જ છે, શરીરમાં જે ચેતન તત્ત્વ રહેલું છે, તે આત્મા છે અને તે જ આપણે છીએ. મન દ્વારા જે વિચારણા થાય છે, તે વિચારણા કરનાર આત્મા છે. વાણીધાર જે બોલાય છે તે બોલનારે આત્મા છે. શરીર દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, તે કરનારે આત્મા છે. પાંચ ઈન્દ્રિોમાં સ્પર્શનેન્દ્રિયદ્વારા કોઈ પણ વસ્તુને સ્પર્શીને તે કર્કશ છે કે, સુંવાળી છે, મૃદુ છે કે કઠિન છે. એ વિગેરે જાણી શકાય છે, પણ શરીરની સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શ કરે છે કણ અને સ્પર્શદ્વારા કર્કસપણાને કે સુંવાળાપણને અગર તે મૃદુપણાને કે કઠિનપણને જાણે છે કે શું? એ સ્પર્શ કરનારે અને એ જાણનારો આત્મા છે.