________________
પર્યુષણ પર્વનાં
એ બાર
પણ તમારા ઉપર આપાને આવતી રોકી શકે અને તમને અનુકૂળતા આપે એવું તમે પૂર્વે જે પુણ્ય ઉપાર્જેલું તેને એ પ્રતાપ છે. ઘણું હોંશિયાર બહુ કાબેલ અને બધી રીતે પાવરધા પણ માણસે એવી રીતે કોઈ કોઈ વાર સપડાઈ જાય છે કે બિન આવડતવાળા પણ એવી રીતે સપડાય નહિ. જગતમાં ગુન્હેગાર તરીકે જેટલા પકડાય છે તે બધા જ ગુન્હેગારો હેતા નથી, અને જેટલા પકડાય છે તે સિવાયના ગુન્હેગાર હેતા નથી એવું પણ નથી. કેટલીક વાર નિર્દોષ માણસે પણ બીજાઓને દેષિત લાગે છે ને માર્યા જાય છે. જ્યારે દેષિત માણસો પણ બીજાઓને નિર્દોષ લાગે છે અને છૂટી જાય છે. એ પ્રતાપ એકના પાપના ઉદયને છે અને બીજાના પુણ્યના ઉને છે. આ સંસારમાં તે સંખ્યાબંધ કેરે શાહુકાર તરીકેની
ખ્યાતિને પામે છે, અને કેટલાય શાહુકારે ચેર તરીકેની કુનામનાના ભોગ બને છે, મહાઅનાચારી સાચા સદાચારી તરીકે પૂજાય અને સાચા સદાચારીને માથે કલંક આવે, એવું પણ બને. એટલે આ ભવમાં જે રક્ષણ થાય છે, અનુકૂળ સામગ્રીઓને વેગ થાય છે, કીતિ મળે છે, અને મનવાંછિતેની જે કાંઈ સિદ્ધિ થાય તે મુખ્યત્વે પૂર્વ ભવોમાં ઉપાર્જેલા પુણ્યના ભેગે જ થાય છે. એ જ રીતે જે કાંઈ પ્રતિકૂળ સામગ્રી અપયશ આ િયેગ થાય તે મુખ્યત્વે પૂર્વે ભમાં ઉપાર્જેલા પાપના યોગે જ. '
' ગતાગતિકપણે ચાલતા
જે માણસ આટલી વાતને પણ સમજી જાય, તે માણસનું જીવનલક્ષ્ય કયું બની જાય ? પાપ કરવું નહિ અને પુણ્ય કર્યા વિના રહેવું નહિ, એ જ એના જીવનનું લક્ષ્ય બની જાય ને ? તમે તમારા જીવનનું આવું પણું લક્ષ્ય નક્કી કર્યું છે ખરું ? જો તમે તમારા જીવનનું આટલું પણ લક્ષ્ય નક્કી કર્યું હોય, તે તમે કયી કયી મનવચન-કાયાની પ્રવૃત્તિઓથી પાપ બંધાય અને કયી કયી મન-વચન