________________
૪૦.
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
બની જાય છે. તમને આવું કઈ નુકશાન થઈ જવા પામે નહિ અને તમે તમને મળેલી કિંમતી વસ્તુથી લાભ ઉઠાવી શકે, એ હેતુથી જ આ બધી વાતે તમારી સમક્ષ મૂકાય છે. ' આર્યદેશની મહત્તા મહાપુરુષોએ મમતાથી ગાઈ નથી " તમે એટલે વિચાર તે કરે છે, મહાપુ, કે જેઓને કંઈ પણ દેશ સાથે, દેશ પ્રત્યેના મમત્વના ગે કાંઈપણ નિસ્બત નહેતી તે મહાપુરુષોએ આર્યદેશની મહતા કેમ વર્ણવી? શું તમે એ મહાપુરુષોને એટલા છીછરા અને અજ્ઞાનપૂર્ણ અંત:કરણવાળા માનો છે છે-એ મહાપુરુષે આ દેશમાં જન્મ્યા હતા માટે એ મહાપુરુષોએ આ આદેશની મહત્તા ગાઈ છે? તેઓ આ દેશમાં જન્મ્યા હતા. માટે તેમને તમારી માફટ્ટે આ દેશનું મમત્વ થઈ ગયું ? અને એથી જ તેમણે આ દેશની મહત્તા ગાઈને, અનાર્ય દેશને હીણું દેખાડવાનો પ્રયત્ન કર્યો? તમે તમારા મહાપુરુષોને જે એટલા બધા તુચ્છ બુદ્ધિવાળા માનતા હે, તે તમે મહાપુરુષતા કોને કહેવાય એ સમજતા નથી અને તમારા મહાપુરુષોના હૈયા કેટલા ઉદાર તથા નિર્મલ હતા એ પણ તમે જાણતા નથી. એ મહાપુના હૈયામાં છે, જેમ અન્ય કોઈ પણ દેશ પ્રત્યે મમત્વ નહિ હતું, તેમ આ દેશમાં માનવ જન્મને પામવા છતાં પણ આ દેશ પ્રત્યે મમતા નહિ હતું. એ મહાપુરુષોના હૈયામાં એ વાત બેઠી જ હતી કે “આ પૃથ્વી ઉપર પ્રાયઃ એ કઈ દેશ નથી કે જે દેશમાં હું કદી પણ નહિ જ હોઉં. અનન્ત કાળ થયાં હું આ સંસારમાં પરિભ્રમણું કરી રહ્યો છું, એટલે તેમાં આવેલ કોઈ દેશમાં હું ઉત્પન્ન નહિ થયો હોઉં, એવું તે પ્રાયઃ બનવાજોગ નથી. અત્યાર સુધીમાં જ્યાં જ્યાં હું જન્મ હોઈશ, ત્યાં ત્યાં મેં અજ્ઞાનવશ મારે દેશ મારો દેશ” આવા પ્રકારનું મહત્વ પણ કર્યું હશે પણ ન તે દેશ મારે રહ્યો કે મ તે હું એ દેશને સ્વો ! એવી એવી મમતા