________________
બીજા
વ્યાખ્યાન
૩૧
જન્મે છે ત્યારે માયકાંગલા, કદ્દરૂપ, તેજહીન, ઈન્દ્રિયની ઊણપવાળા અને શરીર ઉપર અશુભ ચિન્હાવાળા હોય છે, ત્યાં તમે તેમની ક્વી પ્રવૃત્તિનું પરિણામ માનશે? તાજા જન્મેલા એક બાળકને મુલાયમ ગાદી, લાલનપાલન કરનારા અનેક માણસો અને દરેક પ્રકારની અનુકૂળ સામગ્રી મળે છે, જ્યારે બીજા બાળકને ફાટી તૂટી કથા પણ માંડ માંડ મળે છે, એની મા પણ એની પૂરી દેખરેખ રાખી શકે તેવું હોતું નથી, અને તેને દરેક પ્રકારની પ્રતિકૂળ સામગ્રી મળે છે, ત્યાં તમે તેની કયી પ્રવૃત્તિનું પરિણામ માનશો ? જન્મથી જ જુદા જુદા બાળકોમાં બુદ્ધિની તરતમતા હોય છે તે કોનું ફળ છે ? બુદ્ધિવિકાસના સરખા સાધનને વેગ હોય, એ જ શિક્ષકો હેય, એ જ પુસ્તકો હોય ને એકી સાથે સૌને શીખવાનું હોય તે છતાં પણ એ બાળકોના ભણતરમાં તેમજ બુદ્ધિવિકાસમાં ઘણી તરતમતા રહે છે. તે તે તેની કયી પ્રવૃત્તિનું પરિણામ છે? આવું અવલોકન તમે તમારા અને બીજાઓના સમગ્ર જીવનપ્રસંગેનું કરો ત્યારે તમને લાગશે કે અહીં 'ગર્ભમાં આવતાં પહેલા જે પ્રવૃત્તિઓ કરેલી તેનું આ બધું પુર્યોધ્યા
અથવા પા પદયના વેગે આવેલું પરિણામ છે. પૂર્વે જેઓએ સારી પ્રવૃત્તિઓ કરેલી તેઓને અહીં તેના જ ફલસ્વરૂપ અનુકૂળતા આદિ મળે છે. અને પૂર્વે જેઓએ ખરાબ પ્રવૃત્તિઓ કરેલી, તેઓને અહીં તેના જ ફલસ્વરૂપ પ્રતિકૂળતા આદિ મળે છે. આમ તમારે પુણ્ય ના અસ્તિત્ત્વને પણ સ્વીકારવું પડે અને પાપના અસ્તિત્વને પણ સ્વીકારવું પડે.
પુષ્ય ને પાપને પ્રતાપ આ જીવનમાં મોટે ભાગે પૂર્વના જન્માન્તરના પુણ્યકર્મો અને પાપકર્મોનું ફલ ભોગવાય છે. અનાચાર અને અત્યાચાર કરવામાં તમે ગમે તેટલા હોંશિયાર છે, પણ તમને અનાચાર ને અત્યાચાર કરતાં કોઈ પકડી શકે નહિ તે તેમાં તમારી હોંશિયારી એ કારણ નથી.