________________
ત્રીજો
વ્યાખ્યાના
૩૭
ઋદ્ધિ-સિદ્ધિની અપેક્ષાને જ લક્ષમાં રાખીને જે આ દેશમાં માનવ જન્મ મળ્યા એનું ગૌરવ અનુભવે છે તે પણ આપ દેશની ગોરવાસ્પદ વસ્તુ કયાં છે, તેને સમજી શકયા નથી. અધ્યાત્મપ્રધાનતા એજ આ દેશની સાચામાં સાચી ગૌરવાસ્પદ વસ્તુ છે. કારણ કે અધ્યાત્મના યાગે જ માણસ પોતાના સાચા સ્વરૂપને પિછાની શકે છે, જગતના સાચા સ્વરૂપને પિછાની શકે છે. પેાતાની સર્વોત્તમ એવી જે અવસ્થા–તેનો નિણુય કરી શકે છે. પોતાની એ સર્વોત્તમ અવસ્થાને પ્રગટાવવાના સાચા ઉપાયાનો નિય કરી શકે છે, એ ઉપાચાને સેવવાને માટે પ્રયત્નશીલ બનવા દ્વારા એ પોતાના વર્તમાનકાલીન જીવનને શાંતિમય બનાવી શકે છે અને પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે તે પોતાના ઉજ્વલ ભાવિની નિકટ જતા હોય છે. આ વસ્તુનો સુયાગ અનાય દેશમાં અલભ્ય છે અને આ દેશમાં લક્ષ્ય છે, માટે જ મહાપુરુષોએ આ દેશની મહત્તા ગાઈ છે. કિંમતી વસ્તુ પણ આપણને કયારે કિ"મતી લાગે ?
આ દેશની આ મહત્તાનો તમે કદી પણ અનુભવ કર્યો છે ખરા ? ‘ મેં પૂર્વ જન્મામાં ધણું સુન્દર પુણ્ય ઉપાર્જેલું, તેથી એ પુણ્યના ઉચે મને આ દેશમાં માનવ જન્મ મળ્યા છે. ' આવે આનન્દ તમે કદી પણું અનુભવ્યા છે ખરા ? તમે જો આવે આનન્દ ન અનુભવ્યા હોય, તે તેનુ મુખ્ય કારણ એ જ છે કે તમે તમને પેાતાને જ ઓળખી શક્યા નથી એથી તમને આ દેશની જે એકની એક પરમ ગૌરવાસ્પદ વસ્તુ છે, તે વસ્તુ તમને પોતાને ગૌરવાસ્પદ લાગી નથી, અને એથી જ તમે એ ગૌરવાસ્પદ વસ્તુના યોગની સામગ્રી તમને મળી છે, તે છતાં પશુ તે મળવાના કારણે જે આનંદનો અનુભવ કરવા જોઇએ, તે આનંદનો અનુભવ કરી શકયા નથી. માણસને મન તે જ વસ્તુ કિ ંમતી લાગે છે, કે જે વસ્તુના યેાગે પોતાનુ હિત સધાય છે એમ લાગે, અગર તે જે વસ્તુના યેાગે પોતાનુ હિત