________________
છત્રીસમું ] સ્થાનાં સૂત્ર
[ ૧૩૩ સમ્યગ્દર્શનાદિ ભવાંતરે લઈ જવાની ચીજો
આ સમ્યગ્દર્શન વગેરે એ જ જગતમાં અર્થ છે, એ જ જગ-તમાં પરમાર્થ છે, એટલું જ નહિ પણ એ ત્રણને અંગે જે ન હોય તે બધી વસ્તુ હોય તે અનર્થ. જેને આવી ભાવના થયેલી હોય તે તેને (ભાવને) જ તાકે. તેને મનોરથ–પામવાની ઈચ્છા કોઈને અંગે હોય તે આ ત્રણ વસ્તુને અંગે. ત્રણેની રાતદિવસ ઝંખના, જપમાળા ચાલતી હેય. ઈષ્ટ વરંતુ પિતાને ત્યાં હોય તે સંતોષ. જે દષ્ટ વસ્તુ ન હોય, તો જેની પાસે ઈષ્ટ વસ્તુ હોય તેની સેવા બરદાસ કરે, યાવત તેને ગુલામ થઈને રહે. જગતમાં ધન ઈષ્ટ હોય તો ધનવાળાના ધન મેળવવાવાળા ગુલામ બને. કળા મેળવવાની ઈચ્છા હોય તે કળાવાળાના ગુલામ બને છે. ધન મેળવવા માટે, રોગને નિવારવા માટે, કીમિયા, કળા માટે આ જીવ ગુલામ બને છે. આ જીવન માટે ધન વગેરે ચારે મેળવ્યાં પણ એ ચારેમાં લઈ જવાનું કયું ઉઠાંતરી કરતી વખતે એ કે ચીજ લઈ જવાના નથી. જે ચીજ લઈ જવાના નથી તે મેળવવા માટે ગુલામી કરીએ છીએ. સમ્યગ્દર્શન વગેરે ભવાંતરે લઈ જવાની ચીજ. સમ્યગ્દર્શન આ ભવનું, પર ભવનું અને ઉભય ભવનું હેય. સમ્યગ્દર્શન આ ભવ પામેલાં, આવતે ભવે પામે. જે સમ્યગ્દર્શન પામ્યા તે આવતે ભવે રહે યાવત સર્વ કાળને માટે રહે. ક્ષાયિક સમ્યગ્દર્શન સર્વ કાળને માટે રહે. સાચા તત્વની માન્યતા, જીવાવાદિની જીવાદિ તરીકે માન્યતા કે હેપાદેય તરીકે વિવેક કરવામાં આવે તે સમ્યગ્દર્શન.
સખ્યારિત્ર મેળવ્યું તે તો આજ ભવ પૂરતું
સમ્યજ્ઞાન પણ આ ભવનું, આવતા ભવનું અને ભવોભવનું છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આ ભવનું, આવતા ભવનાં અને ભવે ભવનાં છે પણ સમ્મચારિત્ર મેળવ્યું તે આ ભવનું જ છે. આવતે ભવે ચારિત્ર હેતું નથી. તેથી ચારિત્ર લેનારા પ્રતિજ્ઞા કરતી વખતે “યાઝીવ શબદ બોલે છે. આથી સિહમહારાજને ચારિત્ર