________________
૧૨
પર્યુષણ પર્વનાં
લેખકઃ
સાધક બને તેવા પ્રકારે સેવાય છે કે નહિ એનું પણ એ કાળજીભર્યું અવલોકન ર્યા કરે.
મતિજ્ઞાનાવરણીય કર્મને પ્રભાવ ' સૂક્ષ્મ બુદ્ધિના સંપાદનનું જે વાસ્તવિક પ્રકારનું અને સર્વોત્તમ કોટિનું કોઈ ફલ હોય તે તે જ છે. સૂક્ષ્મ બુદ્ધિની પ્રાપ્તિ કાંઈ સીને થતી નથી. માણસ જેમ અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળો હેઈ શકે છે, તેમ અતિ પૂલ બુદ્ધિવાળા પણ હોઈ શકે છે. માત્ર માણસે માણસે જ નહિ, પણ હવે જીવે બુદ્ધિની તરતમતા હોય છે. અતિ વિચક્ષણ મતિવાળા અને અતિ કુંઠિત મતિવાળા. સામાન્ય વિચક્ષણ અને સામાન્ય કુંઠિત મતિવાળા એમ કેટલાય ભેદ હોય છે અને તે ભેદોને કેટલાક અનુભવ તે તેમને પણ હશે. બુદ્ધિને વિકાસ પણ સૌને સરખી રીતિએ સધાતું નથી. તેમાંય માત્ર સામગ્રીભેદ એજ કારણ નથી, એને સમાન સામગ્રીનો વેગ મળે હેય, તે છતાં પણ એક જડભરત જે રહે છે નેબીજે મહા વિચક્ષણ નિવડે છે, આવું પણ બને છે. વર્ગમાં વિદ્યાર્થિ એને સમાન શિક્ષક અને સમાન પુસ્તકોનો યોગ હોય છે, છતાંય દરેકના ભણતરમાં અને ભણતરદ્વારા થતા બુદ્ધિવિકાસમાં તરતમતા રહે છે. આવું બધું શાથી બને છે ? જ્ઞાન એ આત્માનો ગુણ છે, પણ તેના ઉપર કર્મનું આવરણ છે. આત્મા કર્મથી બદ્ધ હોઈને, આત્માને જે જ્ઞાનાદિ ગુણમય સ્વભાવ, તે અવરાએલો છે. આત્માના જ્ઞાનગુણને આવનારા કર્મને જૈન પરિભાષામાં “જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવાય છે. એના પણ અનેક પેટા ભેદો છે, જેમાં “મતિજ્ઞાનાવરણીય ” નામનો પણ એક ભેદ છે. બુદ્ધિનો અલ્પાધિક વિકાસ આ કર્મની અલ્પાવિક્તા ઉપર આધાર રાખે છે એટલે દરેક માણસ સૂમ બુદ્ધિવાળો હોવો જ જોઈએ અગર તો દરેક માણસ - સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય જ, એવું કાંઈ કહી શકાય નહિ; પરંતુ દરેકે સૂક્ષ્મ - બુદ્ધિવાળા બનવા પ્રયાસ કરવો જોઈએ, એમ તો જરૂર કહી શકાય.