________________
૨૮
પર્યુષણપનાં
સાકર જે ફલને નજર સામે રાખ્યું હોય, તે ફલ આપણને મળી જાય છે. એટલે અનાચાર કે અત્યાચારનું ફલ તે સુખ જે ને? ત્યારે દુઃખ કોનું ફલ? અનાચાર અને અત્યાચાર કરતાં ન આવડે તેનું ? અનાચાર અને અત્યાચાર દુઃખદાયક કયારે બને? તેનાથી ધાર્યું પરિણામ ન આવે ત્યારે, તે કરતા પકડાઈ જઈએ અને બચાવ કરતા પણ છૂટી શકીએ નહિ ત્યારે. એ સિવાય તે અનાચારમાં ને અત્યાચારમાં દુઃખ આપવાની શક્તિ નહિ જ ને? કદાચ કહે કે અનાચારને અત્યાચારના યોગે મન, વચન કે કાયાની કોઈ શક્તિને હાનિ પહોંચે તે એ દુઃખદાયક ગણાય પણ અનાચારને અત્યાચારમાં તે આપણું કાંઈ પણ ભૂંડું કરવાની શક્તિ નહિ ને? અનાચાર કે અત્યાચારથી -જે કાંઈ પણ ભૂંડું થાય, તે તે આપણી બિનઆવડતથી થાય,
એમ જ માનવું પડે ને! એટલે દરેક માણસે અનાચાર ને અત્યાચાર કરવામાં એવા કુશળ બની જવું જોઈએ, એવી આવડત કેળવી લેવી જોઈએ, કે જ્યી પિતે ગમે તેવા અનાચારને સેવે અગર પોતે - ગમે તેવા અત્યાચારને આશ્રય લે, પણ એ અનાચાર કે એ
અત્યાચાર વર્તમાનમાં દુઃખદાયક નિવડે નહિ. એટલે જીવનમાં ઊંચામાં •ઉચી કોટિની સિદ્ધિ તેણે જ મેળવી કહેવાય, કે જે ભારેમાં ભારે ગુન્હાહિત કૃત્ય આચરવા છતાં પણ, એ ને એ એવી સફિતથી આચરી શકે કે એના ગુન્હાહિત કૃત્યને કોઈ જ પકડી શકે નહિ, અને એથી ઊતરતે તે ગણાય, કે જે પકડાઈ જાય તે ખરો, પણ પોતાના કૃત્યને અથવા તે પિતાને બચાવ એવી રીતે કરે છે–એને ગુગાર કરાવનારા બધા પુરાવાઓ નાકામિયાબ નિવડે, અને ન્યાયની અદાલતમાં . એ બિનતકસીરવાર ઠરે. જો તમે તમારી કઈ પણ પ્રવૃત્તિના પરિણામને એટલું બધું સીમિત માની લો કે એનું જે તત્કાલ પ્રત્યક્ષ પરિણામ આવ્યું, એથી અધિક એનું કોઈ પરિણામ હેઈ શકે જ -નહિ. આવું જો તમે માની લો તે તમારે તમારા જીવનની ઊંચામાં