________________
२६
પર્યુષણ પર્વનાં
ભાવી ઉપર કેવી અસર થાય છે, તેનો તમને વિચાર છે ખરો ? હું જે કાંઈ પ્રવૃત્તિઓ કરું છું, તેનાથી હું મારા ઉજવલ ભાવીને સનું છું કે મારી પ્રવૃત્તિઓથી જ મારું અસુર ભાવી સર્જાઈ રહ્યું છે ?' આવો કોઈ વિચાર તમે તમારા જીવનમાં કદી પણ કર્યો છે ખરે ? બહુ જ થોડા ભણસ આ વિષે વિચાર કરે છે. અને આ વિષે વિચાર કરનારાઓમાં પણ વિરલ જનો જ આ વિષે સાચે નિર્ણય કરી શકે છે. આ વિષે સાચે નિર્ણય કર્યા પછી, માત્ર ઉલ ભાવીને જ સર્જે એવું જીવન જીવનારા બની જવું, એ તે વળી એથી ય વધારે દોહ્યલું છે એ અતિ દોહ્યલું છે. એ વાત જેમ સાચી છે, તેમ એ વાત પણ સાચી છે કે આપણને આ જીવનમાં જે કાંઈ બુદ્ધિ, વિદ્વત્તા, શક્તિ અને સામગ્રી મળી છે, તેને જે કોઈ પણ સારો સદુપયોગ હોય તો તે આપણું જીવનથી આપણું ઉલ ભાવી જ સર્જાય એવા પ્રકારના જીવનને આપણે જીવવા માંડવું. આ દષ્ટિબિન્દુને લક્ષમાં રાખીને જ માણસે પ્રકૃત્તિ કરવી જોઈએ, તે તમારા લક્ષમાં આ દષ્ટિબિન્દુ આવ્યું છે ખરું ?
પ્રવૃત્તિઓનું પરિણામ ભવિષ્યમાં
ન મળવાનું હોય તો શું થાય ? તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિનું તમારી આંખ સામે જે પરિણામ રહે છે તે સિવાયનું અગર તે. તમે જે પ્રવૃત્તિ કરે છે તેનું જે પરિણામ તત્કાળ પ્રત્યક્ષપણે આવેલું તમે જોઈ અગર સમજી શકો છે, તે સિવાયનું તમારી તે પ્રવૃત્તિનું કોઈ પરિણામ છે અગર તે હોઈ શકે, એ વાત તમારા ખ્યાલમાં છે ? અત્યારે તમારી પ્રવૃત્તિનું જે કોઈ પણ પરિણામ આવ્યું છે તે તમે જોયું અને જાયું એમ માની લઈએ તે પણ એ જ પ્રવૃત્તિનું કોઈ પરિણામ - ભવિષ્યમાં આવશે અને તે પરિણામ તમારે જ ભોગવવું પડશે, એ વાતને તમે માને છે ખરા ? જે આ વાતને માનવામાં આવે નહિ,