________________
વ્યાખ્યાને
-
૨૫
પ્રવૃત્તિઓના પરિણામને વિચાર માણસ સામાન્ય રીતિએ પિતાની પ્રવૃત્તિના પરિણામનો વિચાર તે કરે જ છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સામાન્ય રીતિએ માણસની નજર ફળ સામે તે હોય જ છે. વેપાર કરનારની નજર રળતર સામે હોય છે. નોકરી કરનારની નજર પગાર સામે હોય છે, મજુરી કરનાની નજર મહેનતાણા તરફ હોય છે. મીઠું બોલનારની નજર બીજાને ખૂશ કરવા તરફ હોય છે. હું બેલનારની નજર છેટું બેલીને પોતે મેળવવા ધારેલા લાભ તરફ હોય છે. ગાળ દેનારની નજર સામાના હૈયાને પરિતાપ ઉપજાવવા તરફ હોય છે. ખાનારની નજર જીભના સ્વાદ કે પેટની ભૂખ તરફ હોય છે. કામોત્તેજક પ્રવૃત્તિઓ અગર તે કામોત્તેજનાના વેગે થતી પ્રવૃત્તિઓ કરનારની નજર ભાગસુખ તરફ હોય છે. અનીતિ, ચોરી, લૂંટફાટ કરનારની નજર પણ એના દ્વારા જે મેળવવું હોય છે તેના તરફ તે હોય જ છે. એટલે જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે પરિણામને કશે જ વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરે છે એવું તે કહી શકાય જ નહિ. તમે કોઈ પણ પ્રવૃત્તિ પરિણામને કશે પણ વિચાર કર્યા વિના જ કરે છે ખરા ? તમારી ઈચ્છા મુજબનું મળતર ને વળતર, જે પ્રવૃત્તિ દ્વારા મળી શકે તેમ છે, એવું તમને લાગે તે સિવાયની કોઈ પ્રવૃત્તિ તમે કરે ખરા? તમારે કબૂલ કરવું પડશે કે, જેનામાં વિચારવાની ઘડી ઘણું પણ શક્તિ છે, તે કશા પણ પ્રયજન વિના કોઈ પણ પ્રવૃત્તિ તે કરે જ નહિ. કેટલીકવાર એવું બને છે કે, પ્રવૃત્તિ કરનારને પિતાના પ્રોજન વિષે બરાબર માહિતી ન હોય, પિતાને પ્રોજનનું પોતે યથાયોગ્ય પૃથક્કરણ કરી શકે નહિ એ બને પણ એની પ્રવૃત્તિ પાછળ કોઈને કોઈ પ્રયજન તે હોય જ છે. તમે પ્રવૃત્તિઓ ઘણી કરે છો. તમે રાત દિવસ પ્રત્તિઓ કર્યા કરે છે, અને તે પ્રવૃત્તિઓના પ્રજનનો પણ તમને વિચાર છે. પણ એ પ્રવૃત્તિઓની તમારા