________________
પષણપનાં
લેખકઃ
-
-
બીજાના ભાવીને જાણી શકે એ બંને પણ બીજાઓ બીજાના ભાવીને સર્જી શકે નહિ. કોઈ પણ પ્રવૃત્તિ કરે એક અને એનું કળ ભોગવે બીજે, એવું બનતું નથી. તમને આ વાત માન્ય છે માટે જ તમે પ્રત્તિ કરે છે. તમને જે ચીજની જરૂર હોય તે ચીજને મેળવવા . માટે તમે પ્રવૃત્તિ કર્યા કરે અને તમારી એ પ્રવૃત્તિનું ફળ બીજાઓને
મલ્યા કરે તે તમે એવી પ્રવૃત્તિ કરે ખરા ? તમને તમારી પ્રવૃત્તિનું ફળ મળવા સાથે તમારી પ્રવૃત્તિના ગે બીજાઓને પણ ફળ મળતું હેય તે તમે વાંધો ન લે, પણ તમારી પ્રવૃત્તિનું તમને ફળ મળે જ નહિ અને બીજાઓને જ ફળ મળે તે તમે એ ચલાવી લે ખરા ? તમારી પ્રવૃત્તિના યોગે પણ બીજાઓને જે ફળ મળે છે તેમાં એ બીજાઓની પ્રવૃત્તિ પણ કારણરૂપ હોય જ છે, એટલે તમને એ વાતની ખાત્રી છે કે આપણી પ્રવૃત્તિઓથી જ આપણું ભાવી સર્જાય છે. આવી ખાત્રી હોવા છતાં પણ તમારી પ્રવૃત્તિઓથી તમારું કેવું ભાવી સર્જાય છે એને જો તમે વિચાર જ કરે નહિ અથવા તે એને વિચાર કરીને નિર્ણય કરી શકો નહિ તે તમે ભણેલા છતાંય અભણની અને બુદ્ધિશાળી છતાં બેવકૂફની કક્ષામાં ગણુઈ જાવ એમ તમને લાગે છે ખરૂં ? તમે આ વાતને વિચારવાને માટે બીજાની કલ્પનાનો આશ્રય લે અને તમે ન્યાયાધીશ બનો, કોઈ માણસ તમને એમ કહે કે મારી પ્રવૃત્તિથી જ મારું ભવિષ્ય સર્જાય છે એ વિષે મારી પૂરેપૂરી ખાત્રી છે, પરંતુ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હું એ વિચાર કરતેજ નથી કે આનાથી મારું ભાવી કેવું જશે? તે તમે એને માટે કે અભિપ્રાય ઉચ્ચારો ! એ માણસ તમને ઊંચી કોટિનો વિદ્વાન અને મહાબુદ્ધિશાળી લાગે! કે પછી તમને એવું કાંઈ કહે. વાનું મન થાય કે “તારા ભણતરમાં ધૂળ પડી ? તારી બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે!” તમે જે વિચાર બીજાને માટે કરે તે જ વિચાર તમે પોતાને માટે કરે એટલે તમને તમારી સ્થિતિનો ખ્યાલ આવશે.