________________
લેખાંક બીજો
તમે તમને પિતાને જ ઓળખવાને
પ્રયત્ન કરો! આ જન્મમાં મુખ્યત્વે પૂર્વજન્મના પુણ્ય ને
પાપનું ફળ ભેગવાય છે. તમો પિતાને ઓળખે છે ?
આજે તમારી સમક્ષ જે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે કે-“તમે તમને પિતાને ઓળખે છે?” તે તમે પહેલી તકે તે આશ્ચર્ય અનુભવશે. તમને લાગશે કે-“આ કે વિચિત્ર પ્રશ્ન છે? જ મને ઓળખું છું કે નહિ ? એમ પૂછે છે” એમાંય, આ પ્રશ્ન જે કોઈ સામાન્ય જને તમને પૂછ્યો હોય, તે તમે જરા પણ લાંબે વિચાર કર્યા વિના, આ પ્રશ્ન પૂછનારને મૂર્ખ માની લેવાને અગર તે એને મૂર્ખ કહી દેવાને પણ તિયાર થઈ જાઓ. એ કંઈ નહિ બનવાજોગ વસ્તુ નથી. આજ સુધીમાં તમારી પાસે ઓળખવા વિગેરેના તે અનેક પ્રશ્નો અનેક વાર આવ્યા હશે. તમે