________________
પહેલા વ્યાખ્યાને
૧૭ મેળવવાને માટે ધર્મ એ જ એક સાધવા ગ્ય છે, આમ છતાં પણ આજે સુક્ષ્મ બુદ્ધિવાળા માણસે પણ સ્કૂલ બુદ્ધિવાળા માણસની જેમ પાપમાં જ સુખ માની બેઠા હોય એવી સ્થિતિ સર્જાઇ : જવા પામી છે. સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસોમાં પણ એક એવા ગજબની જડતા આવી જવા પામી છે કે તેઓ પોતે પિતાને જ ખરા રૂપમાં ઓળખતા નથી.
જડતાને ખંખેરી નાંખે! આ બધી બહિરાત્મ શા છે. બહિર્મુખ આત્મા ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ તેની બુદ્ધિ બહાર ને બહાર જ અટવાયા કરતી હોય. એનામાં બુદ્ધિબળ જરૂર છે અને એ બુદ્ધિબળીને જે એ સદુપયોગ કરે છે તે જરૂર અંતર્મુખ બની શકે એ માટે તે બુદ્ધિશાળી આત્માને પણ સુયોગ મળવા જોઈએ. કેટલાક બુદ્ધિશાળી આત્માઓને આ વાતને વિચારવાની પ્રેરણા કરે એવા માણસોને સુય મળતું નથી. આ વાતને વિચારવાની તદ્દન નિઃસ્પૃહભાવે અને એકાતે પરોપકારભાવે પ્રેરણા કરે તેવા સાધુપુરુષોને વેગ તદ્દન નિકટમાં હેય પણ સાધુજનેના સંબંધમાં જે એવો પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય કે “એ તે બધા ધર્મમાં ટાયેલાં કર્યા કરે. એમને જગતની શી ગમે ય છે?” તે પણ એ માણસ પોતાની બુદ્ધિને સદુપયોગ કરવાના આ માર્ગે વિચાર જ કરે નહિ. જે એ જરાક ડાહ્યો બને અને એ વિચાર કરે કે “આટલે ત્યાગ અને આટલું તપ કરનારાઓ કાંઈ સાવ મૂર્ખ હોય નહિ” તે તે એને સાધુજનને સુયોગ સાધવાનું મન થાય. એમાં જે એને સશુરુની વાર્તાને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાનું મન થાય, તે તે ક્રમશઃ પ્રગતિ સાધી શકે, પણ આજે આ દિશાએ વિચાર કરવાનું જ બુદ્ધિશાળી માણસોએ માંડી વાળ્યું.