________________
પહેલા
વ્યાખ્યાના
૧૫
ખનીને અને ભાવના જાણકાર બનીને માત્ર લેવાને આવો; નહીં તે તમે ગાઈ જશે, તેની તમને ખબરેય નહિ પડે!’ આવુ કા વેપારી કહે ? કાં તો પ્રામાણિક વેપારી કહે, કાં તો અપ્રામાણિકપણામાં પાવરધા તેલે વેપારી કહે. પણ અપ્રમાણિક વેપારી કેવા સ્વરૂપવાળા માલને નકલી કહેવાય અને કેવા સ્વરૂપવાળા માલને સાચે કહેવાય એ ન ખતાવે. માલના સ્વરૂપની બાબતમાં તે એ ઊઠાં ભણાવવાના જ પ્રયાસ કરે, એ તમને જોઇને લેવાનુ અને ખાત્રી કરીને ખરીદવાતુ કહે ખરો, પરન્તુ જોવાય કઈ રીતિએ અને ખાત્રી કરાય કઈ રીતિએ એ વાતનું રહસ્ય એ ખુલ્લું કરે નહિ; જ્યારે પ્રામાણિક વેપારી તો એ રહસ્યને ખુલ્લુ કરે, વેપારીને તે પોતાના સ્વાથ છે, તેમ છતાં પણ તે જો પ્રામાણિક હોય છે, તેા ગ્રાહકને તે માલના સાચા ખોટાપણાના સ્વરૂપનું ભાન કરાવે છે અને તેની પરીક્ષાને ઉપાય પણ બતાવે છે; તો પછી જે કેવળ પરોપકારની બુદ્ધિથી જ ધર્મના ઉપદેશ આપતા હોય, તેઓ ધર્માંધના સ્વરૂપને અને ધર્માંધની પરીક્ષાના ઉપાયને બતાવે નહિ, એ મને જ કેમ ? શ્રી જૈન શાસનમાં જેમ ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તેમ અધર્મીનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. વળી જેમ સાનાને કસીને, કસ્યા પછી પણુ છેદીને અને છેધા પછી પણ અગ્નિમાં નાંખીને, તે સાનું છે કે નહિ અગર તે શુદ્ધ સેાનું છે કે નહિ તેની ખાત્રી કરી શકાય છે; તેમ કષ, છેઃ અને તાપ દ્વારા આ ધર્મ છે કે નહિ અગર ! આ શુદ્ધ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરવાના ઉપાય દર્શાવવામાં આવ્યે છે. આ બધું ર્શાવીને, ધર્મના અર્થી આત્માએએ ધર્મને નિપુણ મતિથી જાણવા જોઇએ, નહિ તા ધબુદ્ધિથી જ ધર્મના વિદ્યાત થવાના પ્રસંગ આવે છે.' આવુ ક્રમાવ્યું છે. એટલે આ વાતને વાચતાં પણ સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્માએના હૈયામાં
આ કાંઈક સુન્દર છે' એવા શ્રદ્ધાભાવ પહેલી જ તકે પેા થાય છે.