________________
પહેલે
વ્યાખ્યાને
મિથ્યાત્વમોહનીય કર્મ બુદ્ધિને આવરનાર જેમ કર્મ છે, તેમ બુદ્ધિના વલણ ઉપર અસર કરનાર પણ કર્મ છે. જૈન પરિભાષામાં “મિથ્યાત્વમોહનીય ? ના. નામથી ઓળખાતી મેહનીય કર્મનો પટાભેદ, એ એક એવી વસ્તુ છે કે એ જે જોરદાર હોય તો સૂક્ષ્મ બુદ્ધિવાળાઓની પણ બુદ્ધિનું વલણ ઉન્માર્ગ તરફ, એટલે કે જે માર્ગે કરાતો બુદ્ધિનો ઉપયોગ આત્માને માટે હિતકારક નિવડે નહિ, પણ હાનિકારક જ નિવડે.' એવા માર્ગ તરફ હોય છે. આમ છતાં પણ એની પાસે બુદ્ધિનું જે બળ છે, તે બળને લાભ ઉઠાવવાની પ્રેરણું કરી શકાય.
એના ઉપર મિથ્યાત્વમોહનીયની અસર નથી.
વાત એ છે કે જેઓ સૂક્ષ્મ બુદ્ધિવાળા બનીને દરેક વાતને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાને અને સૂક્ષ્મ બુદ્ધિથી દરેક વાતનો વિચાર કરીને તેને નિર્ણય કરવાને માટે પ્રયત્નશીલ બને છે, તેઓને જ આ ઉપદેશ યથાર્થ સ્વરૂપે ફાયદાકારક નિવડી શકે તેમ છે. જેઓ પ્રયત્ન કરવા છતાં પણ સૂક્ષ્મ બુદ્ધિવાળા બની શકે તેવી સ્થિતિમાં જ નથી, તેઓને તો તેઓની પિતાની ભવિતવ્યતાના આધારે છોડવા સિવાયનો કોઈ ઉપાય નથી, એવી જ રીતે, જેઓ સૂક્ષ્મ બુદ્ધિને ધરનારા હોવા છતાં પણ પિતાના સ્વરૂપનો અને જગતના સ્વરૂપનો પારદર્શી વિચાર કરવાને કે પ્રયત્ન કરવાને જ તૈયાર નથી, તેઓને માટે તેઓનું મિથ્યાત્વ મેહનીય” કર્મ ગાઢ છે. એવી કલ્પના ઉપર આવીને ઊભા રહેવું પડશે. “મિથ્યાત્વમોહનીય કર્મ તો એક એવું ભયંકર કોટિનું કર્મ છે કે, સૂક્ષ્મ બુદ્ધિવાળો આત્મા કદાચ પિતાના અને જગતના સ્વરૂપ વિષે વિચાર કરવા માંડે, તોય એ કર્મ જે ગાઢ હેય તો એના સ્વામી–આત્માની બુદ્ધિને ઉધા ચક્રોવે જ ચઢાવી દે છે. એ કર્મ જ્યારે અતિશય મન્દ કોટનું બને છે ત્યારે જ જીવમાં એવી વૃત્તિ પ્રગટી શકે છે કે, સંવવા લાયક એક માત્ર ધર્મ જ